હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારી યુવાન સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનારા બે આરોપી જેલ હવાલે: મુખ્ય સૂત્રધારની શોધખોળ


SHARE











મોરબીમાં વેપારી યુવાન સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનારા બે આરોપી જેલ હવાલે: મુખ્ય સૂત્રધારની શોધખોળ

મોરબીના વેપારી યુવાનને સસ્તામાં માલની ખરીદી કરાવીને ઊંચી કિંમત તે માલ એક્સપોર્ટ કરવાની લાલચ આપીને તેની સાથે ઠગાઇ કરવામાં આવી હતી અને યુવાન પાસેથી અલગ અલગ બેંકમાં ખાતામાં ૨૯.૫૮ લાખો મંગાવવામાં આવ્યા હતા જેથી વેપારી યુવાને ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે બે આરોપીને પકડવા હતા અને તે આરોપીઓ પાસેથી રિમાન્ડ દરમ્યાન ૨૭ લાખની રિકવરી કરવામાં આવી હતી જો કે, આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને મુખ્ય સૂત્રધારને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

મોરબીમાં શાર્પ કોર્પોરેશનના નામથી રો મટિરિયલ્સ અને ટાઇલ્સ ટ્રેડીંગનું કામ કરતાં વેપારી સાગરભાઈ પ્રાણજીવનભાઈ ભાડજાએ અગાઉ ૨૯.૫૮ લાખની ઠગાઇની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, પેસીફીસાઈન નેચરલ નટ્સ નામની કંપનીથી માલની ખરીદ કરવા અને વિદેશી કંપનીમાં વેચાણ કરી કમાણી કરવાની લાલચ તેને રામદેવ શર્મા અને રાકેશ કુમાર નામ ધારણ કરીને બે શખ્સ દ્વારા આપવામાં આવી હતી અને અલગ અલગ સમયે બેંક એકાઉન્ટમાં ૨૯.૫૮ લાખ મેળવી લઈને તેની સાથે ઠગાઇ કરવામાં આવી હતી જેથી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે લુધિયાણા ખાતે શર્મા એન્ટરપ્રાઈઝ નામની પેઢીના આરોપી અમાનઉલ્લામિયા ઉર્ફે રામદેવ શર્મા અશગરઅલી અબ્દુલહક્ક અન્સારી (૨૫) રહે. હાલ લુધિયાણા મૂળ નેપાળ અને મહમદફિરદોશ ઉર્ફે રમેશકુમાર મહમદઈસ્માઈલ રાજમહમદ શેખ (૩૦) રહે હાલ લુધિયાણા મૂળ બિહાર વાળા ધરપકડ કરી હતી અને તેની પાસેથી બનાવટી આધારકાર્ડ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડના આધારે યસ બેંક, ઇન્ડિયન ઓવાર્સીસ બેંક, આઈડીએફસી ફસ્ટ, આઈ.ડી.બી.આઈ, કોટક મહિન્દ્રા, એચ ડી એફ સી, સીટી યુનિયન બેંક, કર્ણાટક બેંક, સી.એબ.બી બેંક, આર.બી.એલ બેંક, આઈડીએફસી બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, એસ.વી.એસ સહિતની બેંકની પાસબૂક, ચેકબૂક કબજે કર્યા હતા અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ દરમ્યાન પોલીસે આરોપી પાસેથી ૨૭ લાખની રિકવરી કરેલ છે અને આ બંને આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં દિલ્હીમાં રહેતી અનીતા વિજયકુમાર નામની મહિલા મુખ્ય સૂત્રધાર હોવાથી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના જેતપર રોડ ઉપર થયેલ વાહન અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા પહોંચતા તેને અત્રે આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા પોલીસમાં જાણ કરી જણાવવામાં આવ્યું હતું કે, માળિયા મિંયાણા તાલુકાના કુંભારીયા ગામનો વતની રાજેશ જીવણભાઈ દેગામા નામનો ૩૧ વર્ષનો યુવાન મોરબીના સામાકાંઠે જેતપર-પીપળી રોડ ઉપરથી પોતાનું બાઇક લઈને જતો હતો ત્યારે રસ્તામાં અકસ્માતે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઈજા પામેલ રાજેશભાઈ દેગામને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો હાલ બનાવ સંદર્ભે જાણ થતા તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપરના.રફાળેશ્વર ગામે રહેતા યુવાનને મોરબીના જુના બસ સ્ટેશન પાસે મારામારીના બનાવમાં ઈજા તથા સારવારમાં ખસેડાયો હતો મોરબી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવેલા રફાળેશ્વર ગામના રહેવાસી વિજયભાઈ માધાભાઈ સીતાપરા નામના ૨૨ વર્ષના યુવાને પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે તે મોરબીના જુના બસ સ્ટેશન પાસે હતો ત્યારે ત્યાં તેને મારામારીના બનાવમાં ઈજા પહોંચી હતી હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે






Latest News