મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ગુજરાતમાં ગોસ્વામી સમાજના હિત અને વિકાસ માટે ગુજરાતમાં મજબૂત સંગઠન બનાવો: ડો. મનીષભાઈ ગોસ્વામી


SHARE







ગુજરાતમાં ગોસ્વામી સમાજના હિત અને વિકાસ માટે ગુજરાતમાં મજબૂત સંગઠન બનાવો: ડો. મનીષભાઈ ગોસ્વામી

દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ રજવાડી રાત્રી સમૂહલગ્ન યોજાયા: સમૂહલગ્નના આયોજકોનું મહાનુભાવોએ કર્યું સન્માન

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ આયોજીત ચતુર્થ રજવાડી રાત્રી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં ઉમા ટાઉનશીપ સામે જનકલ્યાણનગરના ગ્રાઉન્ડમાં આ સમૂહલગ્ન રાખવામા આવ્યા હતા જેમાં કન્યાઓને કરિયાવરમાં સોના ચાંદીના દાગીનાથી લઈને જુદીજુદી ૮૫ વસ્તુઓ આપવામાં આવી હતી અને યુવક મંડળ દ્વારા સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાથી રાજકોટના નિવૃત પીએસઆઇ અને સમાજના આગેવાન સોમગીરી પ્રભાતગીરી તેમજ તેની ટીમે યુવક મંડળની ટીમનું સન્માન કર્યું હતું

આ સમૂહલગ્નમાં ઉપસ્થિત રાજકોટના ડો.મનીષભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના ગોસ્વામી સમાજના હિત અને સર્વાંગી વિકાસ માટે ગુજરાત લેવલનું મજબૂત એકતાનું સંગઠન બનાવવા માટે આહ્વાન કર્યું હતું અને નવ દંપતીઓ તેમજ વાલીઓને ટકોર કરી હતી કે ઘરમાં નાની નાની બાબતોને મોટુ રૂપ ન આપો અને એકબીજા પ્રત્યે અહંકાર કે ઈર્ષા ન રાખો તેના લીધે સમાજમાં છુટા છેડાના બનાવો વધી રહ્યા છે મોરબી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનએ જણાવ્યું હતું કે ગોસ્વામી સમાજએ સંતો મહંતોનો પરોપકારી અને કલ્યાણકારી સમાજ છે. આ સમૂહલગ્નમાં જોડાવવુંએ મોટું સદભાગ્ય છે. કારણ કે, સમૂહલગ્નમાં સંતો મહંતો અને સમાજના દંપતીઓને આશીર્વાદ મળે છે. આ સમૂહલગ્નમાં ઉપસ્થિત સંતો મહંતી મહાનુભાવો સમૂહલગ્નના સફળ આયોજનને બિરદાવી દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. આ સમૂહલગ્નમાં મુકેશગીરી દલપતગીરીસંજયભાઇ ગોસ્વામીચેતનગીરી વાંકાનેરવાળા,રાષ્ટ્રીય અધ્યક્ષ સચીદાનંદજીગીરીમોરબી દશનામ ગોસ્વામી સમાજ પ્રમુખ ગુલાબગીરીમોરબી ડીવાયએસપી પી.એસ. ગોસ્વામીહસુબાપુ ભગવાગ્રુપચોટીલાના મહંત, દળવા રાંદલ મહંત તેમજ મોરબી પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજકોટસુરેન્દ્રનગરકરછ સહિત ગુજરાતભરના વિવિધ સંગઠનના આગેવાનોસંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહલગ્નને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી મંડળના પ્રમુખ તેજશગીરી મગનગીરીઉપપ્રમુખ બળદેવગીરી દેવગીરીમંત્રી અમિતગીરી તથા નિતેષગીરી ખજાનચી એડવોકેટ હાર્દિકગીરી તથા દેવેન્દ્રગીરી સહિત યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી






Latest News