મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે ગાળો બોલવાની ના કહેતા ટ્રાવેલ્સ ઉપર હુમલો: આઠ પૈકીનાં સાત આરોપીની ધરપકડ, ગામમાં ચુસ્ત બંદોબસ્ત


SHARE











હળવદના ચરાડવા ગામે ગાળો બોલવાની ના કહેતા ટ્રાવેલ્સ ઉપર હુમલો: આઠ પૈકીનાં સાત આરોપીની ધરપકડ, ગામમાં ચુસ્ત બંદોબસ્ત

મોરબી નજીકના પીપળી ગામેથી અમદાવાદ મામેરુ કરવા માટે ગયેલ પરિવાર રાત્રી દરમિયાન પરત આવી રહ્યો હતો ત્યારે મોરબી નજીકના ચરડવા ગામ પાસે ચા પીવા માટે ટ્રાવેલ્સને હોટલ પાસે ઉભી રાખવામાં આવી હતી ત્યારે ત્યાં કેટલાક શખ્સો ગાળો બોલતા હોય તેને ગાળો બોલવાની ના પાડી હતી ત્યારબાદ ત્યાં બોલાચાલી થઈ હતી અને રોષે ભરાયેલા આ શખ્સો દ્વારા બસનો પીછો કરીને બસને એક કિલોમીટર આગળ ઉભી રાખીને ત્યાં બસ ઉપર પથ્થર મારો કરીને હુમલો કરવામાં આવ્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હલમ કુલ મળીને આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ છે જે પૈકીનાં સાત આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે અને ચરાડવા ગામે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે

મોરબી તાલુકાનાં ભરવાડ ભાણજીભાઇ વરવાભાઇ સગા સંબંધીઓ મળીને આશરે ૫૦ જેટલા લોકો જય મુરલીધર ટ્રાવેલ્સ વાળાની બસમા અમદાવાદથી લગ્ન પ્રસંગમાંથી પરત પીપળી ગામે આવતા હતા ત્યારે ચરાડવા ગામે ધાવડી પેટ્રોલપંપની સામે ખેતલા આપા ટી સ્ટોલ સામે ચા પીવા માટે બસ ઉભી રાખી નીચે ઉતરતા અમુક અજાણ્યો શખ્સો અપશબ્દ બોલતો હોય અને બસમાંથી ચા પીવા નિચે ઉતરેલ માણસોએ ગાળો બોલવાની ના પાડી હતી જેનું મનદુ:ખ રાખીને આ શખ્સોએ અન્ય માણસોને બોલાવીને બસની પાછળ બાઇક તથા ફોસ્ફીલ ગાડીમાં જઈ બસને રોકી હતી અને બસમાં બેઠેલા લોકોને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને હુમલો કરી ભાગી ગયેલ હતા જેથી કરીને ફરીયાદી ભાણજીભાઇ વરવાભાઇ ડાભી જાતે ભરવાડ (૩૨) એ સદામભાઇ ગુલમહમદભાઇ ભટ્ટી રહે. ચરાડવા અને ઇમરાનભાઇ ગગાભાઇ જામ રહે. ચરાડવા તથા અજાણ્યા છ ઈસમો સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આઇપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮,૩૪૧, ૪૨૭, ૩૨૩, ૩૩૭, ૫૦૪, ૫૦૬(૨)તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી અને આ કેસની તપાસ પીએસઆઈ કે.એન. જેઠવાને સોંપવામાં આવેલ છે,

આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ એસપી રાહુલ ત્રીપાઠીની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડવા સર્વલન્સ ટીમ તથા બીટના માણસો કામે લાગી ગયા હતા તેમજ એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમ પણ પેટ્રોલીંગ અને કોમ્બીંગમાં હતી તેવામાં આરોપી સદામભાઇ ગુલમહમદભાઇ ભટ્ટી અને ઇમરાનભાઇ ગગાભાઇ જામ મળી આવતા તેની ગઇકાલે સાંજે ધરપકડ કરવામાં આવી છે તેમજ ગુન્હના કામે ઉપયોગ કરેલ એક બાઇક, બ્લુ કલરની ફોરવ્હીલ ગાડી, ગુનાના કામે ઉપયોગ કરેલ હથીયારો કબ્જે કરેલ છે તેમજ અટક કરેલ આરોપીઓની પુછપરછ કરતા તેની પાસેથી યાસીનભાઇ હારૂનભાઇ જામ રહે. માળીયા (મી), વિજયભાઇ પરશોતમભાઇ સોલંકી રહે. ચરાડવા, વિજયભાઇ વશરામભાઇ બજાણીયા રહે. માંડલ અલ્તાફ ફીરોજભાઇ ભટ્ટી રહે. ચરાડવા અને જાવેદવભાઇ નિજામભાઇ ભટ્ટી રહે. ચરાડવા વાળાના નામ સામે આવ્યા છે જેથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ આરોપીઓ મળી આવતા તેને હસ્તગત કરવામાં આવેલ છે. અને અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ ? તે દિશામાં તપાસ ચાલુ છે અને બનાવની સંવેદશીલતાને ધ્યાને રાખીને ચરાડવા ગામે પૂરતો બંદોબસ્ત મૂકી દેવામાં આવેલ છે






Latest News