મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના કોઇબા પાસે સંઘરી રાખેલા સળિયા મળી આવતા ટ્રાન્સપોર્ટરે ડ્રાઈવરો સહિત ૬ સામે નોંધાવી વિશ્વાસધાત-ઠગાઇની ફરિયાદ


SHARE











હળવદના કોઇબા પાસે સંઘરી રાખેલા સળિયા મળી આવતા ટ્રાન્સપોર્ટરે ડ્રાઈવરો સહિત ૬ સામે નોંધાવી વિશ્વાસધાત-ઠગાઇની ફરિયાદ

સોના ચાંદીના દાગીના, ખાદ્ય સામગ્રી વિગેરે વસ્તુઓની ચોરી તો કરવામાં આવે તેવું ઘણી વખત સામે આવ્યું છે જો કે, હાલમાં મોરબી જીલ્લામાં લોખંડના સળિયાની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે જેમાં ડ્રાઈવરોને તેના વાહનમાં સળિયા ભરીને વેપારીને આપવા માટે રવાના કરવામાં આવે તે માલમાંથી મોકલાવનાર કે વેપારીને ખબર ન પડે તે રીતે સળિયા કાઢી લેવામાં આવતા હતા અને તે માલ હળવદ તાલુકાના કોઇબા ઢવાણા જવાના રસ્તે સ્વામીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં નકલંક મંદિર પાછળ નેજા બાયો પેલેટ કારખાનાની પાછળના ભાગે આવેલ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રાખવામા આવ્યો હતો જેથી કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સપોર્ટર દ્વારા તેના જ ડ્રાઈવરો સહિત કુલ મળીને ૬ શખ્સોની સામે વિશ્વાસધાત અને ઠગાઇની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ અંજારમાં આવેલ રવેચી ધામ સોસાયટી મેઘપર કુંભારડી ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં કુલદીપસિંહ પ્રવિણસિંહ જાડેજા જાતે ક્ષત્રિય (૨૮)એ હાલમાં મહેશભાઇ ઉર્ફે મહેન્દ્રસિંહ જગદીશભાઇ લીંબોલા જાતે કારડીયા રાજપુત (૨૮) રહે. ઘનશ્યામપુર તાલુકો હળવદ, દિલીપસીંઘ અમરસીંઘ પંવાર જાતે રાજપુત (૩૨) રહે. રૂઢાના કૈના કા તાલાબ પોસ્ટ તારાગઢ તાલુકો બીયાવર જીલ્લો અજમેર, ડ્રાયવર નરેન્દ્રસીંગ પુરનસીંગ, મહાવિરસિંઘ શંકરસિંઘ, સુરેન્દ્રસીંગ અશોકસીંગ અને કરણભાઇ ઉર્ફ કાળુભાઇ ધીરૂભાઇ ચૌહાણ જાતે કારડીયા રજપુત રહે. હાલ રઘુનંદન સોસાયટી સરા રોડ મુળ કોયબા તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આ આરોપીઓમાંથી દિલીપસીંઘ અમરસીંઘ પંવાર, નરેન્દ્રસીંગ પુરનસીંગ અને મહાવિરસિંઘ શંકરસિંઘ ફરીયાદીના પાર્થ રોડ લાઇન્સના ડ્રાયવર છે અને તેઓને સામખીયાળીમા આવેલ HAQ STEELS AND METALIKS LIMITED માંથી લોખંડના સળીયાઓ ટ્રેઇલરમાં ભરી ગુજરાતમા જુદા જુદા વેપારીઓને સુરક્ષિત પહોંચાડવા માટે સોંપતા હતા ત્યારે આરોપીઓએ ફરીયાદી સાથે ગુનાહીત વિશ્વાસધાત અને ઠગાઇ કરી છે અને તમામ આરોપીઓએ એકબીજાના સંપર્કમાં રહીને આર્થીક લાભ મેળવવા માટે સામખીયાળી પાસે આવેલ પ્લાન્ટમાંથી ટ્રેઇલરમાં લોખંડના સળીયાના મોટા જથ્થામાંથી જથ્થો મોકલનાર ફરીયાદી તથા મેળવનાર પાર્ટીના ધ્યાનેન આવે તે રીતે થોડી થોડી માત્રા લોખંડના સળીયા કાઢી લેવામાં આવતા હતા અને આમ કરીને ૧૦ એમએમના ૧૪૦ કિલોગ્રામ તથા ૧૬ એમએમના ૧૨૬૦ કિલોગ્રામ સળિયા કાઢી લેવામાં આવ્યા હતા જેની કુલ કિંમત રૂપીયા ૭૭૦૦૦ નો મુદામાલ કાઢવામાં આવેલ છે જેથી કરીને ટ્રાન્સપોર્ટરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૪૦૬૪૦૭૪૨૦૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News