મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરની ભેટ ચોકડી પાસે જુગારની રેડ: ૪૨૫૦૦ ના મુદામાલ સાથે સાત જુગારી પકડાયા, બે ફરાર


SHARE







વાંકાનેરની ભેટ ચોકડી પાસે જુગારની રેડ: ૪૨૫૦૦ ના મુદામાલ સાથે સાત જુગારી પકડાયા, બે ફરાર

વાંકાનેર તાલુકાની ભેટ ચોકડી પાસે આવેલ પાનની દુકાન નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની બાકી આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી જોકે પોલીસે સ્થળ ઉપરથી સાત જુગારીઓની ૪૨૫૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે અને પોલીસને જોઈને બે જુગારી નાસી ગયા હોય તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરની ભેટ ચોકડી પાસે આવેલ ચામુંડા પાન દુકાન નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર જુગાર રમતા જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી જોકે, સ્થળ ઉપરથી પોલીસે હકાભાઇ બાબુભાઈ અઘેરા (૩૭), અરવિંદભાઈ ધીરાભાઈ ડુમાણીયા (૨૮), રઘાભાઈ ઉર્ફે રઘો અમરશીભાઈ કારેલીયા (૩૦), જયંતીભાઈ કરમશીભાઈ કાંજીયા (૨૭), દીપભાઈ નકુભાઈ ખાચર (૩૫), શંભુભાઈ ઘોઘજીભાઇ જંજવાડીયા (૫૦), અને ધારાભાઈ શામજીભાઈ મગવાનીયા (૩૫) ની પોલીસે ૧૨૫૦૦ રોકડા તથા ૩૦૦૦૦ રૂપિયાની કિંમતનું એક બાઈક આમ કુલ મળીને ૪૨૫૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે જોકે પોલીસને જોઈને નાસી છૂટેલા ભરતભાઈ ધરમશીભાઈ કોળી અને મેહુલ દેવાભાઈ કોળી રહે બંને વડુસર વાળાની સામે ગુનો નોંધી તે બંને જુગારીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ
માળીયા મીયાણા નજીક મોવર ટીંબા મોટા પીરની દરગાહની પાછળના ભાગમાં વોકળાના કાંઠે બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૦૦૦ લીટર આથો મળી આવ્યો હોય પોલીસે ૨૦૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે આ માલ મહમદહનીફ કાદરભાઈ ભટ્ટી રહે માલાણી શેરી માળિયા મીયાણા વાળાનો હોવાનું સામે આવ્યું હતું અને તે સ્થળ ઉપર હાજર ન હોવાથી તેની સામે પોલીસે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News