મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં હત્યા કરાયેલા યુવાનની હજુ ઓળખ મળી નથી: એક આરોપી જેલ હવાલે, એકની શોધખોળ


SHARE







મોરબીમાં હત્યા કરાયેલા યુવાનની હજુ ઓળખ મળી નથી: એક આરોપી જેલ હવાલે, એકની શોધખોળ

મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન જતા રસ્તા ઉપર ઇંટોના ભઠ્ઠા પાસેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું જેમાં તેને બોથળ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેથી ઈંટના ભઠ્ઠા વાળાની ફરિયાદ લઈને તેના જ બે માણસોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધાયો હતો જે પૈકીનાં એક આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે જો કે, હજુ સુધી મૃતક યુવાનની ઓળખ થયેલ નથી અને તેની અંતિમ વિધિ કરવામાં આવી છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વિદ્યુતનગરમાં રહેતા અને જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર ઈંટોનો ભઠ્ઠો ધરાવતા વિજયભાઈ ઉર્ફે મુન્નો ધીરુભાઈ સાંતલપરા જાતે કોળી (૩૫)એ અશોકભાઈ સુખાભાઈ કોળી રહે. સુલતાનપુર અને જીતેશભાઈ સીતાપરા જાતે કોળી રહે. થાન વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી કે, થોડા દિવસ પહેલા અજાણ્યો ૪૦ વર્ષનો યુવાન તેના ઈંટના ભઠ્ઠે આવ્યો હતો અને ત્યાં ભઠ્ઠામાં કામ કરતા અશોકભાઈ અને જીતેશભાઈને કહ્યું હતું કે “ઈંટના ભઠ્ઠામાં મને મજૂરી કામે કેમ રાખતા નથી” ત્યારે બાદ તેને ઝઘડો શરૂ કર્યો હતો અને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં આરોપીઓએ અજાણ્યા યુવાનને પાવડાના હાથા વડે આડેધડ માર્યો હતો જેથી તેનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારબાદ તેની લાશને ખોખરા હનુમાન વાળા રસ્તા ઉપર નાખી આવ્યા હતા જેથી હત્યાના આ બનાવમાં વિજયભાઈ સાંતલપરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં મૃતક યુવાનની ઓળખ થયેલ નથી ત્યાં હત્યાના આ ગુનામાં પોલીસે આરોપી અશોકભાઈ સુખાભાઈ શેખાણી જાતે કોળી (૨૫) રહે. હાલ પીપળી ગામની સિમ વિજય કોળીના ઈંટના મૂળ રહે. સુલતાનપુર વાળાની ધરપકડ કરેલ હતી આ ગુનામાં પોલીસે આરોપી અશોકભાઈને જેલ હવાલે કરેલ છે અને બીજા આરોપીને પકડવામાં માટે ચક્રોગતિમાન કરેલ છે જો કે, જે યુવાનની હત્યા કરવામાં આવી છે તેની ઓળખ હજુ થયેલ નથી અને પોલીસના કહેવાથી હસીનાબેન, પંચમુખી ટ્રસ્ટ વાળા પ્રહલાદસિંહ ઝાલા સહિતનાઓ દ્વારા અંતિમ વિધિ કરી નાખી છે






Latest News