મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ૧૦૦ રૂપિયા આપવાની ના પડતાં યુવાન અને તેની માતાને ચાર શખ્સોએ માર માર્યો


SHARE











મોરબીના રવાપર ગામે ૧૦૦ રૂપિયા આપવાની ના પડતાં યુવાન અને તેની માતાને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી નજીકના રવાપર ગામે રહેતી મહિલાના દીકરા પાસે તે જ વિસ્તારમાં રહેતા શખ્સે ત્રણ મહિના પહેલા સો રૂપિયા માંગ્યા હતા ત્યારે મહિલાના દીકરાએ તેને રૂપિયા આપવાની ના પાડી હતી જે તેને સારું નથી લાગતા ચાર શખ્સોએ મહિલા અને તેના દીકરા સાથે ઝઘડો કરી ગાળો આપીમે જપાજપી કરી હતી અને મહિલાને માથાના ભાગે તથા શરીરે માર માર્યો હતો અને તેના દીકરાના એકટીવામાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ મહિલાના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને હાલમાં ભોગ બનેલ મહિલા દ્વારા ચાર શખ્સોની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ રવાપર ગામે હિરલ પોઇન્ટની બાજુમાં રહેતા હંસાબેન મેઘજીભાઈ ચાવડાએ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દિનેશભાઈ ગોવિંદભાઈ સાગઠીયા, મહેશભાઈ ગોવિંદભાઈ સાગઠીયા, કિશોરભાઈ ગોવિંદભાઈ સાગઠીયા રહે, તમામ હિરલ પોઇન્ટની બાજુમાં રવાપર તથા દિનેશભાઈના જમાઈ પારસ ઉર્ફે સુલતાન રહે, રફાળેશ્વર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવી છે કે દિનેશભાઈ સાગઠીયાએ ત્રણેક મહિના પહેલા તેના દીકરા રાહુલ પાસેથી ૧૦૦ રૂપિયા માંગ્યા હતા અને ત્યારે રાહુલને રૂપિયા આપવાની ના પાડી હતી જે દિનેશભાઈને સારું નહીં લાગતા તે બાબતનો ખાર રાખીને દિનેશભાઈ, મહેશભાઈ અને કિશોરભાઈએ ફરિયાદી હંસાબેન તથા તેના દીકરા રાહુલ સાથે ઝપાઝપી કરી હતી ઝઘડો કર્યો હતો અને ગાળા ગાળી કરી હતી અને ત્યારે હંસાબેનને માથાના ભાગે તથા શરીરને ઢીકા પાટુનો માર માર્યો હતો અને આરોપી પારસ ઉર્ફે સુલતાને ફરિયાદી મહિલાના દીકરાના એકટીવા નં જીજે ૩ ઇકે ૧૯૧૩ માં તોડફોડ કરીને નુકસાની કરી હતી તેમજ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા અને તેના દીકરાએ સારવાર લીધા બાદ હાલમાં મહિલાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News