ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના કણકોટ પાસે બાઈકમાંથી નીચે પટકાતાં વૃદ્ધાનું મોત


SHARE











વાંકાનેરના કણકોટ પાસે બાઈકમાંથી નીચે પટકાતાં વૃદ્ધાનું મોત

રાજકોટના ભવાની ચોક અંકુર-૮ જંગલેશ્વર ખાતે રહેતા વૃદ્ધા તેના દીકરાના બાઈકમાં પાછળ બેસીને રાજકોટથી વાંકાનેર તરફ આવી રહ્યા હતા ત્યારે કણકોટ નજીક ચક્કર આવતા વૃદ્ધા બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી તેઓને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાનો નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર પાસે આવેલ ગુલશન પાર્કના રહેવાસી અને હાલમાં રાજકોટમાં ભવાની ચોક અંકુર-૮ જંગલેશ્વર ખાતે રહેતા કુલસુમબેન ગનનીભાઈ હેરંજા જાતે પીંજારા (૬૨) પોતાના દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને રાજકોટથી વાંકાનેર તરફ આવી રહ્યા હતા દરમિયાન વાંકાનેર નજીક આવેલ કણકોટ ગામ પાસે કુલસુમબેન ચક્કર આવતા બાઈકમાંથી નીચે પટકાયા હતા અને જેથી કરીને તેને માથામાં અને શરીરને ગંભીર ઇજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે બેભાન હાલતમાં તેને રાજકોટ લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News