વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પનો ૩૭૨ દર્દીઓએ લાભ લીધો


SHARE











મોરબીમાં યોજાયેલ નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પનો ૩૭૨ દર્દીઓએ લાભ લીધો

મોરબી જલારામ મંદિર ખાતે જીજ્ઞેશભાઈ ભગવાનજીભાઈ પોપટ પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ૩૭૨ દર્દીઓએ લાભ લીધો હતી અને અત્યાર સુધીના ૧૯ કેમ્પમાં કુલ ૬૧૨૧ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે અને સરવારનો લાભ લીધેલ છે

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત શનીવારના રોજ કેમ્પ યોજાયો હતો. જેમા ૩૭૨ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૬૨ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા આ કેમ્પ માટે જીજ્ઞેશભાઈ ભગવાનજીભાઈ પોપટ પરિવાર તરફથી સહયોગ આપવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં યોજાયેલ નેત્રમણી કેમ્પમા કુલ ૫૭૪૯ લોકોએ  લાભ લીધેલ છે તેમજ કુલ ૨૬૨૬ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામા આવ્યા છે આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, રમણીકભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી, ફીરોઝભાઈ, જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.






Latest News