મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરની યુવતીની છેડતી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં બે મહિલા સહિત ચાર આરોપી જેલ હવાલે


SHARE







વાંકાનેરની યુવતીની છેડતી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં બે મહિલા સહિત ચાર આરોપી જેલ હવાલે

વાંકાનેરના રાતીદેવરી ગામે રહેતી યુવતીને મોબાઈલ આપીને પાછળ પડી લગ્ન કરવા માટે તેને હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને “તું મારી સાથે લગ્ન નહીં કર તો બીજે થવા નહીં દઉં” તેમ કહીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી બે મહિલા સહિત કુલ મળીને ચાર સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ રાતીદેવરી ખાતે રહેતા વૈશાલીબેન કાંતિભાઈ વોરા (૨૧) એ હાર્દિક, દેવુબેન, રવજીભાઈ દાનાભાઈ અને અનુબેન રહે. બધા બોધનગર મોરબી વાળાની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓ લગ્ન કરવા માટે થઈને તેની પાછળ પડ્યા હતા અને મોબાઈલ આપીને લગ્ન કરવા માટે હેરાન પરેશાન કરતા હતા અને કહ્યું હતું કે “મારી સાથે લગ્ન નહીં કર તો બીજે થવા નહીં દઉ” તેમ કહીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવતી દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે વાંકાનેરના પીઆઇ કે.એમ. છાસીયા અને તેની ટીમે આરોપી હાર્દીકભાઈ ઉર્ફે હર્ષદ રવજીભાઈ મુછડીયા (૨૨), રવજીભાઈ દાનાભાઈ મુછડીયા (૫૦), દેવુબેન ઉર્ફે દેવીકાબેન રવજીભાઈ મુછડીયા (૪૮) અને અનુબેન ઉર્ફે અનીતાબેન રવજીભાઈ મુછડીયા (૩૦) રહે. બધા જ મોરબી વાળાની ધરપકડ કરીને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે






Latest News