મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નર્મદા-મચ્છુના પાણીનો વેડફાટ રોકવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબી જીલ્લામાં નર્મદા-મચ્છુના પાણીનો વેડફાટ રોકવા મુખ્યમંત્રીને રજૂઆત

દેશના વડાપ્રધાનના જળ સંચય કાર્યક્રમની વાતો વચ્ચે મચ્છુ- ૨ સિંચાઈ તેમજ નર્મદા સિંચાઈ યોજનાની કેનાલોમાં થતો પાણીનો બગાડ અટકાવવામાં આવતો નથી જેથી કરીને હાલમાં મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી લેખિતમાં રજૂઆત કરેલ છે

ચાલુ રવિ સીઝનમાં નર્મદા યોજનાની કેનાલોમાં તેમજ મચ્છુ-૨ યોજનાની કેનાલમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન દ્વારા  હમણાં જળસંચય તેમજ જળ વપરાશ બાબતે કાર્યકર્મો આપવામા આવેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પણ જળ અભિયાન – ૨૦૨૩ નો કાર્યકમ ચાલુ કરવામાં આવેલ છે. હાલમાં ચાલતા રવિ સીઝનમાં જે કેનાલમાં પાણી આપવામાં આવી રહયું છે. તેમાં ભયંકર રીતે પાણીનો બગાડ થઇ રહ્યો છે. જેમાં નર્મદાની કેનાલોમાં તેમજ મચ્છુ– ૨ સિંચાઈ યોજનાની કેનાલોમાં પાણીનો બગાડ થઇ રહ્યો છે અને વધારાનું પાણી છેક દરિયામાં કે રણ વિસ્તારમાં જઈ રહ્યું છે જે ટીકર પાસેના રણમાં જતું જોવામાં આવી રહ્યું છે.

એક બાજુ વડાપ્રધાન જળ સંચય માટે લોકોને આહવાન કરે છે. ત્યારે બીજી બાજુ સરકારી તંત્ર દ્વારા ભયકર બે દરકારી રાખીને પાણીનો બગાડ થઇ રહ્યો છે મોરબીની મચ્છુ – ૨ કેનાલનો કમાન્ડ વિસ્તાર વધારવા અને કેનાલને લંબાવવા તેમજ મચ્છુ– ૩ ની કેનાલો ચાલુ કરવા અને તેને લંબાવવા તેમજ ડેમી– ૩ ની કેનાલો ચાલુ કરવા તથા તેનો કમાંડ વધારવા માટે ખેડૂતો દ્વારા  વારંવાર  રજુઆતો થતી આવી છે. મોરબી માળિયા વિસ્તારના બાવન ગામોની કેનાલ લંબાવવાની માંગણીનો સરકાર કઈ વિચાર પણ કરતી હોય તેવું લાગતું  નથી તો બીજી તરફ મચ્છુ– ૨ ની કેનાલમાં જેટલું પાણી ખેડૂતો દ્વારા સિંચાઈ માટે લેવામાં આવે છે. તેનાથી ત્રણથી  ચાર ગણા પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.

હાલમાં આ પાણી વોકળાઓ, વહેણો, મારફત છેક મોટા દહીસરના તળાવ  સુધી પહોચેલ છે, અને રસ્તામાં આવતા ગામોના તળાવો પણ ભરાઈ જવા પામેલ છે. જો સરકાર પાસે એટલું બધું પાણી છે તો શા માટે? કેનાલ ને લંબાવી ને ખેડૂતોને પાણી આપવા માટે વિચારવામાં આવતું નથી. શા માટે ? આવો બગાડ થવા દેવામાં આવે છે. ? તેવી જ રીતે નર્મદા કેનાલ ના  કમાન્ડ વિસ્તાર ના ઘણા ગામોમાં  કેનાલો તેમજ વોટર કોર્ષ ન થવાના કારણે સિંચાઈના પાણીના લાભથી વંચિત છે. જયારે પાણીનો બગાડ થતા પાણી રણ વિસ્તારમાં પહોચવા પામેલ છે. તો એક બાજુ જ સંચયની વાત અને કે બાજુ પાણી નો બગાડ આવી નીતિ શા માટે? જેથી કરીને મચ્છુ- ૨, મચ્છુ-૩, ડેમી -૩ ની કેનાલો લંબાવીને  નીચે આવતા ગામોને સિંચાઈનો લાભ આપવા યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News