મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિધામંદિરનો બાળ પ્રતિભા શોધ-કલા મહાકુંભમાં રાજ્યમાં દબદબો


SHARE







મોરબી સાર્થક વિધામંદિરનો બાળ પ્રતિભા શોધ-કલા મહાકુંભમાં રાજ્યમાં દબદબો

રાજ્ય કક્ષાએ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ પ્રદેશ કક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિધામંદિરના વિધાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે અને રાજ્ય કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન નવસારી જિલ્લામાં કરવામાં આવેલ હતું જેમાં લોકવાદ્ય સંગીતમાં ધો. ૭ નો વિદ્યાર્થી રાણપરા હરીશ આર. સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય નંબર મેળવેલ છે અને પ્રદેશ કક્ષાએ કલામહાકુંભમાં મેળવેલ સિદ્ધિમાં રાસ સ્પર્ધામાં સાર્થક આદ્યશક્તિ ગ્રુપ દ્વિતીય ક્રમાંક, સમૂહ ગીત સ્પર્ધા સાર્થક સંગીત ગ્રુપ દ્વિતીય ક્રમાંક, સુગમ સંગીત સ્પર્ધામાં ત્રિવેદી અનેરી એ.(ધો.૬) દ્વિતીય ક્રમાંક, દુહા- છંદ-ચોપાઈ સ્પર્ધા મૂંધવા શુભમ ડી. તૃતીય ક્રમાંક અને ઓરગન સ્પર્ધામાં પાવનભાઈ રામાનુજ (સાર્થક વિદ્યામંદિરના સંગીત શિક્ષક)એ દ્વિતીય ક્રમાંક મેળવેલ છે આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર તમામ વિધાર્થીઓ અને ગુરુજીઓને સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઇ શુકલ તરફથી અભિનંદન પાઠવવામા આવ્યા છે






Latest News