મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના નીલકંઠ વિદ્યાલયમાં યોજાયેલ પ્રદર્શની ધારાસભ્યો, માજી મંત્રી સહિત હજારો લોકોએ મુલાકાત લીધી


SHARE











મોરબીના નીલકંઠ વિદ્યાલયમાં યોજાયેલ પ્રદર્શની ધારાસભ્યો, માજી મંત્રી સહિત હજારો લોકોએ મુલાકાત લીધી

મોરબીના હાર્દ સમાં વિસ્તારમાં આવેલ નીલકંઠ વિદ્યાલય હર હંમેશ કંઈક ને કંઈક નવું કરવા માટે જાણીતી છે ત્યારે વિદ્યાર્થીઓ ને પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે અને આધુનિક ભારતને વિશ્વગુરુ બનાવવા માટેની આધારસ્તંભ સિદ્ધિઓ જેવી કે વંદે ભારત- બુલેટ ટ્રેન, આપણા સૈનિકો આપણું અભિમાન, ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતીક સ્ટેચ્યુ ઓફ યુનિટી,અટલ-ટનલ માર્વેલ ઓફ એન્જીનીયરીંગ, દરિયાઈ પરિવહન મોડેલ - સાગર માળા, ચતુર્ભુજ માર્ગ- અ કનેક્શન ઓફ ઇન્ડિયા, એક સાથે 104 સેટેલાઇટ-ઈસરોની કમાલ, નવા ભારતની પહેચાન-કર્તવ્ય પથ વિશ્વમાં ડંકો વગાડતી ભારતીય કંપનીઓ, સેબી-શેર બજારનો કિંગ મેકર,મસ્તિષ્કથી મેથ્સ સુધી ગણિત રૂમ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર-5G & GG ટેકનોલોજી, હિન્દૂ ધર્મનો આધાર સ્તંભ-મહાભારત, બાર જ્યોતિર્લિંગ-એક વૈજ્ઞાનિક રહસ્ય વગેરે સિદ્ધિઓ દર્શાવતા મોડેલ તેમજ બાબા બરફાની બરફનું શિવલિંગ,બ્રહ્માંડની રોમાંચક સફર,પ્રાચીન ઘડિયાળ જંતર-મંતર, એન્ટરટેઇનમેન્ટ ઝોન, કવિઝ કોમ્પિટિશન, ફૂડ કોર્ટ, સેલ્ફી એરિયા, નિલકંઠની પહેચાન-બિઝનેસ ટાયકુંન-૨૦૨૩ ગેમ-આઇડેન્ટિફાઈ ઓબ્જેક્ટ વગેરે  અદભૂત પ્રદર્શની ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા સહિતનાઓની હાજરીમાં ખુલ્લી મૂકવામાં આવી હતી અને બે દિવસ સુધી ચાલનારી નયા ભારત, આત્મનિર્ભર ભારત પ્રદર્શનીને હજારોની સંખ્યામાં નિહાળી હતી અને ખાસ કરીને ધારાસભ્યોએ લોકોને સરકારીની સિધ્ધિઓની ઝાંખી કરાવતી આ પ્રદર્શની નિહાળવાનું આહવાન કર્યું હતું આ કાર્યક્ર્મને સફળ બનાવા માટે નીલકંઠ વિદ્યાલયના સંચાલક અને ટ્રષ્ટિ જીત વડસોલા, નવનીત કાસુંદ્રા તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ પ્રદર્શનીમાં કુલ મળીને ૪૨ કૃતિઓ ૩૫૫ જેટલા વિદ્યાર્થીઓએ દ્વારા તૈયાર કરવામાં આવી હતી આટલું જ નહીં પરંતુ દરેક કૃતિની વિશેષતાઓ પણ વિદ્યાર્થીઓએ દ્વારા મૂલકતીઓને સમજાવવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓની મહેનતને તમામે બિરદાવી હતી






Latest News