મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામ પાસે ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઈને યુવાને અનંતની વાટ પકડી


SHARE







વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામ પાસે ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઈને યુવાને અનંતની વાટ પકડી

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામ પાસે ખેતરમાં ઝાડની ડાળી સાથે પટ્ટા વડે ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાના કોરાઇ ગામનો રહેવાસી અને હાલમાં ભાયાતી જાંબુડીયા ગામે આયોટા સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં લેબર કોલોનીમાં રહેતા વિનયકુમાર શિવપુજનસિંહ કુર્મી (૨૨) નામના યુવાને ભાયાતી જાંબુડીયા ગામ પાસે અશ્વમેઘ હોટલ નજીક એન.બી. ઝાલાના ખેતરમાં લીમડાના ઝાડની ડાળી સાથે કમરે બાંધવાના ચામડાના પટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે અંગેની ભાવેશભાઈ ત્રીકમજીભાઈ ખોખાણી જાતે પટેલ (૩૦) રહે. અવની ચોકડી કેનાલ રોડ મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને દરમિયાન મૃતકના પરિવારજન પાસેથી પોલીસને મળેલ વિગત મુજબ યુવાનને કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને તેને આપઘાત કરવા પાછળ તે પ્રેમ સંબંધ જવાબદાર હોવાની શક્યતા છે જેથી પોલીસે તે દિશામાં આગળની તપાસ શરૂ કરેલ છે






Latest News