મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટમાં ટીવી માથા ઉપર પડતાં ઘરમાં રમતી માસુમ બાળકીનું મોત


SHARE











મોરબીના કાલિકા પ્લોટમાં ટીવી માથા ઉપર પડતાં ઘરમાં રમતી માસુમ બાળકીનું મોત

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ જલાલી ચોક ખાતે રહેતા યુવાનના ઘરની અંદર તેની છ વર્ષની દીકરી રમતી હતી ત્યારે તેના માથા ઉપર ટીવી પડતા તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા જોકે, ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા અકસ્માત મૃત્યુના આ બનાવની મૃતકના પિતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજકોટના ભાવનગર રોડ ઉપર ફાયર બ્રિગેડની પાછળના ભાગમાં મનહરપરા શેરી નં-૧ ના રહેવાસી અને હાલમાં મોરબીના કાલિકા પ્લોટ વિસ્તાર શેરી નં-૬ જલાલી ચોક પાસે રહેતા મોહસીનભાઈ હારૂનભાઈ કુરેશી જાતે ફકીર (૩૧) એ અકસ્માત મૃત્યુના બનાવની મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેમાં તેને જણાવ્યું હતું કે તેની છ વર્ષની દીકરી માહીનૂર મોહસીનભાઈ કુરેશી પોતાના ઘરની અંદર રમતી હતી ત્યારે રમતા રમતા તેના માથા ઉપર ટીવી પડતા તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે લઈને ગયા હતા અને ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા અકસ્માત મૃત્યુના આ બનાવની મોહસીનભાઈ કુરેશીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News