મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર પાસે ઓવરટેક કરવા જતા એસટીના ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધનું મોત


SHARE







વાંકાનેરના સિંધાવદર પાસે ઓવરટેક કરવા જતા એસટીના ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધનું મોત

વાંકાનેર ના સિંધાવદર ગામ પાસેથી વૃદ્ધ પોતાનું સ્કૂટર લઈને જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી એસટી બસના ચાલકે આગળ જતા વાહનો ઓવરટેક કરતા સમયે સ્કૂટરને લીધું હતું જેથી કરીને વૃદ્ધ રસ્તા ઉપર નીચે પટકાયા હતા અને તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી તેમજ શરીરે નાના મોટી ઈજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું જેથી મૃતકના દીકરા દ્વારા એસટી બસના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજકોટના જામનગર રોડ ઉપર હુડકો ક્વાર્ટર્સમાં સ્પેશિયલ સ્કૂલની બાજુમાં રહેતા અને હાલમાં વાંકાનેર રાજકોટ રોડ ઉપર મહાવીર સોસાયટી શેરી નં-૧ ના બ્લોક નં-૨૨૮ માં રહેતા અમિતભાઈ રસિકભાઈ જેઠવા જાતે મોચી (૪૦) એ એસટી બસ નં. જીજે ૧૮ ઝેડ ૪૫૫૮ ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ પાસેથી તેઓના પિતા રસિકભાઈ જેઠવા પોતાનું જ્યુપિટર સ્કૂટર નં જીજે ૧ ઈયુ ૭૦૬૯ લઈને જઈ રહ્યા હતા ત્યારે સામેથી એસટી બસનો ચાલકે પોતાના હવાલા વાળી બસને લઈને આવતો હતો અને આગળ જઈ રહેલ વાહનનો ઓવરટેક કરતા સમયે તેણે ફરિયાદીના પિતાના સ્કૂટરને હડફેટ લીધું હતું જેથી કરીને સ્કૂટર ઉપર જઈ રહેલા ફરિયાદીના પિતા રસ્તા ઉપર નીચે પટકાતા તેને માથામાં અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા ફરિયાદીના પિતા રસિકભાઈ જેઠવાનું મોત નીપજયું હતું જેથી હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News