મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પાંચ લાખ સામે ૧૬.૨૦ લાખ વ્યાજખોરને દીધા તો પણ મુદલ ઊભી અને ધમકી !


SHARE









વાંકાનેરમાં પાંચ લાખ સામે ૧૬.૨૦ લાખ વ્યાજખોરને દીધા તો પણ મુદલ ઊભી અને ધમકી !

વાંકાનેરમાં આવેલ બાગે સંજર સોસાયટીમાં રહેતા યુવાને વ્યાજખોર સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય છે જેમાં તે જણાવ્યું છે કે તેઓના પિતાએ પાંચ ટકા વ્યાજે રૂપિયા લીધા હતા જેની સામે ૧૬.૨૦ લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ મુદ્દલ રકમ ઊભી રાખીને વ્યાજખોરે પૈસાની પઠાણી ઉઘરાણી કરીને તમો વાંકાનેરમાં કેમ રહો છો અને કેમ વેપાર કરો છો તેવી ધમકી આપી હતી જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસે વ્યાજખોરની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં આવેલ બાગે સંજર સોસાયટીના મકાન નંબર ૩૧ માં રહેતા અફાકભાઈ ઉર્ફે બાબુ આરીફભાઈ દોસાણી જાતે મેમણ (૨૨) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જયેશભાઈ ઓઝા રહે એસબીઆઇ બેન્ક સામે ઓઝા શેરી વાળાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના પિતા આરીફભાઈ અલીમામદભાઈ દોસાણીએ આરોપી પાસેથી વર્ષ ૨૦૨૦ ની સાલમાં કોરોના દરમિયાન ધંધા માટે પાંચ લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજ લેખે લીધા હતા અને દરરોજનું ૩૦૦૦ રૂપિયા લેખે વ્યાજ ચૂકવતા હતા એમ દોઢ વર્ષ સુધી આશરે ૧૬.૨૦ લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ મુદ્દલ રકમ ઊભી રાખીને તેની પાસેથી આરોપી દ્વારા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેના પિતા પાસેથી કોરા ચાર ચેક તથા નોટરી લખાણ કરાવી લીધેલ છે અને હાલમાં તમોને જોઈ લઈશ તમે વાંકાનેરમાં કેમ રહો છો અને કેમ વેપાર કરો છો તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News