મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે


SHARE







ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે

 ગુજરાત કિશાન કોંગ્રેસ અને ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિ દ્વારા કચ્છના વ્રજવાણીથી દ્વારકા સુધી 500 કિ.મી. ની "ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા" નું આયોજન કરવામાં આવ્યું છે અને આ યાત્રા પાલભાઈ આંબલીયા, મહેશ રાજકોટીયા, જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ અને જયેશ પટેલની આગેવાની નીકળશે અને ગુજરાતમાં ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન કરવામાં આવશે.

ગુજરાતનો ખેડૂત આજે પોતાના જ ખેતરમાં ગુલામ જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યો છે. અને સરકાર ખાનગી કંપનીઓના ઇશારે ખેડૂતોની જમીન, પાણી અને આજીવિકા પર તરાપ મારી રહી છે. ખેડૂતની પૂર્વ મંજૂરી વિના ખેતરમાં વીજલાઈનના થાંભલા નાખવા, પોલીસ બળ વાપરીને જમીન પચાવી પાડવી અને બજારભાવ કરતાં નજીવું વળતર પકડાવી દેવું આ બધું કાયદાના શાસનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. જેથી કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોના હક માટે લડતનું એલાન કરવામાં આવ્યું છે. દિલ્લીના બોર્ડર પર ખેડૂતોની ટ્રેક્ટર રેલીનો ઈતિહાસ આખી દુનિયાએ જોયો છે. હવે ગુજરાતમાં કોંગ્રેસ ખેડૂતોની સાથે ખભેખભો મિલાવીને મેદાનમાં ઉતરી છે.*

આજે તા. 26/06 ના રોજ સવારે 9:00 કલાકે રાપર તાલુકાના વ્રજવાણી ગામથી "ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા"નો પ્રારંભ થયો છે અને 500 કિલોમીટરની ઐતિહાસિક પદયાત્રા કચ્છથી નીકળી મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર થઈને દેવભૂમિ દ્વારકા પહોંચશે. આ પદયાત્રામાં ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા, મહેશ રાજકોટીયા, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ અને જયેશ પટેલ મુખ્ય ભૂમિકામાં રહીને સમગ્ર યાત્રાનું નેતૃત્વ કરશે. ત્યારે હજારો ખેડૂતો, યુવાનો અને કોંગ્રેસ કાર્યકરો આ યાત્રામાં જોડાશે.

મોરબીના જેતપર ગામે વીજલાઈન મુદ્દે ખેડૂતો દ્વારા જે લોકશાહી અને શાંતિપૂર્ણ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તેને કોંગ્રેસ પક્ષ અને પાંચેય નેતાઓનું સંપૂર્ણ બંધારણીય અને કાનૂની સમર્થન છે. જેતપરના ખેડૂત ભાઈઓ-બહેનો એકલા નથી પાલભાઈ આંબલીયાથી લઈને જીગ્નેશ મેવાણી સુધીનું સમગ્ર નેતૃત્વ તેમની પડખે ઉભું છે. અને સરકાર સમક્ષ જે માંગણીઓ મૂકવામાં આવશે તેમાં સંમતિનો અધિકાર, વાજબી વળતરનો અધિકાર, કાયદાનું પાલન, SOPની માંગ, જવાબદારી નક્કી કરો.

આ ઉપરાંત છેલ્લા 5 વર્ષમાં વીજલાઈન અને અન્ય પ્રોજેક્ટમાં ખેડૂતો સાથે થયેલા અન્યાયની તપાસ માટે હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવે, મોરબી જિલ્લાના જેતપર ગામે આંદોલન કરી રહેલા ખેડૂતોની તમામ કાયદેસર માંગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં આવે તેનો સમાવેશ થાય છે અને જ્યાં સુધી ખેડૂતોને કાયદા મુજબ સંપૂર્ણ ન્યાય નહીં મળે, ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ અને પાંચેય નેતાઓની આગેવાનીમાં શાંતિપૂર્ણ, લોકશાહી અને કાનૂની લડત ગુજરાતમાં અવિરત ચાલુ રહેશે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ખેડૂત ભાઈઓ, બહેનો, યુવાનો, વકીલ મિત્રો, ડોક્ટરો, વેપારીઓને ન્યાય યાત્રામાં જોડાવા અપીલ કરવામાં આવી છે.






Latest News