મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા
SHARE
મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા
વીસીપરામાં પરિણીતાને સાસરીયાએ માર માર્યો:મહિલાએ ફિનાઈલ પી લેતા સારવારમાં
મોરબી સીટી એ ડીવીઝન પોલીસે શહેર નજીક આવેલ શનાળા ગામે રેડ કરી હતી જેમાં દારૂની 24 બોટલો સાથે છ પકડાયા હોય તેઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી.
એ ડીવીઝન પોલીસને મળેલ બાતમી આધારે શનાળા ગામે નિતીનનગરમાં આવેલ આનંદ પેલેસ પાસે રેડ કરવામાં આવી. ત્યારે આઈ-20 કાર નંબર જીજે 36 એલ 2074માં સર્ચ કરતા તેમાંથી દારૂની 24 બોટલો મળી આવી હતી.જેથી કાર-દારૂ મળીને 2,26,400ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી પોલીસે પીન્ટુ ઉર્ફે કાનો રમેશભાઈ ખાંભલા રબારી (29) રહે. પટેલ સમાજ વાડી સામે રાજપર રોડ શનાળા, ચિંતન ભરતભાઈ કરકટા રબારી (20) રહે. સાંઈબાબા મંદિર પાસે શનાળા, વિશાલ કમલેશ શિયાળ ભરવાડ (21) રહે. વીસીપરા અમરેલી રોડ, રવિન્દ્રપાલસિંગ રતનસિંગ રાવત રાજપુત (23) રહે. રાજસ્થાન, દેવેન્દ્રસિંગ પ્રતાપસિંગ રાવત રાજપુત (22) રહે.રાજસ્થાન અને રમેશસીગ હરિસિંગ રાવત રહે.રાજસ્થાનની ધરપકડ કરી આગળની કડી મેળવવા તજવીજ શરૂ કરી હતી.
બાળકી સારવારમાં
મોરબીના લીલાપર ગામે રહેતા પરીવારની પાયલ સોમાભાઈ દેલવાણીયા નામની આઠ વર્ષની બાળકી ઘરે ગરમ પાણીમાં દાઝી જતા તેને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી. જયારે ખારચીયા ગામે રહેતા અવીબેન બચુભાઈ ઠુંગા (51) નામના આધાડ મહિલાને બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજાઓ થતા અત્રેની આયુષ હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા. લાલપર નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા કુલદીપસિંગ જગાસિંગ (21) રહે. ઘુંટુને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માત
વાંકાનેર હાઈવે ઉપરના લાલપર ગામે રીક્ષા-ટ્રક વચ્ચે અકસ્માત થતા વિજય મુળજીભાઈ મુછડીયા (40) રહે. સો ઓરડીને ઈજાઓ થતા અહીંની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે સામાકાંઠે નટરાજ ફાટક પાસે અજાણ્યા વાહનના ચાલકે આશરે 45 વર્ષના અજાણ્યા માણસને હડફેટે લેતા ઈજાગ્રસ્ત અજાણ્યા યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.
મારામારીમાં ઈજા
મોરબી વીસીપરામાં રહેતા મુસ્કાનબેન જાવેદભાઈ કટીયા (24) નામની પરણીતાને ઘરે સાસુ, દાદી સાસુ અને દિયરે માર મારતા અહીંની સીવીલે સારવાર માટે લાવવામાં આવી હતી. તેમજ વીસીપરામાં રહેતા બાનુબેન ઈરફાનભાઈ કાસમાણી (40)એ ઘરે કોઈ કારણસર ફિનાઈલ પી લેતા તેઓને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ ભગીરથ સોસાયટી વેજીટેબલ રોડ ખાતે રહેતા અજય સુખાભાઈ મુદાલીયા નામના ત્રીસ વર્ષના યુવાને પણ અગમ્ય કારણોસર કાળા કલરનું ફીનાઈલ પી લેતા તેને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જયારે સામાકાંઠે હાઉસીંગ બોર્ડ સામે અકસ્માત બનાવમાં ઈજા થતા ચેતન ભગવાનજીભાઈ (50) અને દિયાબેન ચેતનભાઈ (20) રહે. બંને શ્રીમદ સોસાયટી સામાકાંઠેને ઈજાઓ થતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા









