મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મંદિરે શિવભક્તોનું ઘોડાપૂર: લોકમેળાની મોજ માણવા લોકો ઉમટ્યા


SHARE









મોરબીના રફાળેશ્વર મંદિરે શિવભક્તોનું ઘોડાપૂર: લોકમેળાની મોજ માણવા લોકો ઉમટ્યા

શિવરાત્રીની આજે ગામો ગામ શિવ મંદિરોમાં શિવભકતો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાંડવ કાળા સાથે જેનો ઉલેખ કરવામાં આવે છે તે મોરબી નજીકના રફાળેશ્વર મંદિર ખાતે આજે સવારથી જ શિવભકતોની ભીડ જોવા મળી હતી અને રફાળેશ્વર મંદિર પાસે દર વર્ષે જે રીતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે તે રીતે લોકમેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેથી રફાળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવેલા લોકોએ મેળાની મોજ પણ માણી હતી

આજે દેશભરમાં શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે અને શિવભકતો દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લામાં એક માત્ર રફાળેશ્વર મંદિર ખાતે શિવરાત્રીના દિવસે શિવભકતો દ્વારા બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ મંદિર ખાતે શિવરાત્રીના દિવસે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જેથી ન માત્ર મોતબી કે રાજકોટ પરંતુ ગુજરાત બહારથી પણ શિવ ભક્તો ત્યાં દર્શન અને પૂજન કરવા માટે આવે છે

આજ દેવધિદેવ મહાદેવનું પૂજન કરવાનું વિશેષ મહત્વ હોવાથી ભક્તો દ્વારા શિવજીની ચાર પહોરમાં આરતી અને પૂજન કરવામાં આવે છે તેવી જ રીતે રફાળેશ્વર મહાદેવના દર્શન અને ઉજ્ન કરવા માટે વિશાળ સંખ્યામાં લોકો આવ્યા હતા અને સાથોસાથ ભક્તો મેળાની મજા પણ માણી હતી આ વર્ષે ત્યાં ફજ્ત સાહિતની જુદીજુદી રાઈડ પણ રાખવામા આવી હતી તેમજ રમકડાના સ્ટોલ હોવાથી બાળકોને મજા પડી ગઈ હતી અત્રે ઉલેખનીય છે કે, રફાળેશ્વર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી લોકમેળાનું પણ શિવરાત્રીના દિવસે આયોજન કરવામાં આવે છે જેથી શિવજીની ભક્તિની સાથે મેળાની મોજ માણવા માટે દુર દુરથી લોકો રફાળેશ્વર આવે છે

રફાળેશ્વર મંદિરના મહંત ખુમાનભારથી ગોસાઇએ જણાવ્યુ હતું કે, સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી રફાળેશ્વર મંદિર ખાતે શિવરાત્રીના દિવસે શિવભકતો આવતા હોય છે અને મંદિરની બાજુમાં આવેલ પારસ પીપળાને પાણી રેડીને પિતૃ તર્પણ કરતાં હોય છે આ મેળામાં અને ખાસ કરીને શિવરાત્રિના દિવસે રફાળેશ્વર મંદિર પાસે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ૧૭૫ કરતાં વધારે પોલીસ જવાનોને ત્યાં તૈનાત કરવામાં આવેલ છે અને લોકો શાંતિથી પૂજન, અર્ચન અનર દર્શનનો લાભ લઈ રહ્યા છે અને ધન્યતાનો અનુભવ કરે છે






Latest News