મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

મોરબીમાં પૂર્વ પ્રેમિકાને ફોટા વાઇરલ કરવાની તેમજ તેના ભાવી ભરથારને ધમકી આપી લગ્ન ન કરવાની ધમકી આપનાર સખ્શની ધરપકડ


SHARE









મોરબીમાં પૂર્વ પ્રેમિકાને ફોટા વાઇરલ કરવાની તેમજ તેના ભાવી ભરથારને ધમકી આપી લગ્ન ન કરવાની ધમકી આપનાર સખ્શની ધરપકડ

મોરબી તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની યુવતીને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેના પૂર્વ પ્રેમી દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને તેણીની છેડતી કરવામાં આવી હતી તેમજ યુવતીની સગાઈ થતાં તે યુવકને પણ ફોન કરીને ધમકી આપીને લગ્ન ન કરવા માટે ધમકાવવામાં આવેલ હોવાનું સામે આવતા ભોગ બનેલી યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરી હતી

મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની રહેવાસી યુવતીની જામનગરના જોડિયા તાલુકાના લખતર ગામના રહેવાસી ચિરાગ પ્રવીણભાઇ ચૌહાણ નામના ૨૩ વર્ષના યુવાન દ્વારા પજવણી કરીને હેરાન કરવામાં આવતી હતી અને તે યુવતીની સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય તે સમયના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી તેમજ બાદમાં યુવતીની સગાઈ અન્યત્ર થયેલી હોય તે યુવકને ફોન કરીને લગ્ન ન કરવા માટે પણ ધમકાવવામાં આવતો હોવાનું સામે આવતા ભોગ બનેલી યુવતી દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી તાલુકા પોલીસે કલમ ૩૫૪ (છેડતી) મુજબ ગુનો દાખલ કર્યો હતો અને તે બનાવમાં તાલુકા પીએસઆઇ એસ.એમ.સગારકા દ્વારા ચિરાગ પ્રવીણભાઇ ચૌહાણ (૨૩) રહે.લખતર તા.જોડિયાની ધરપકડ કરવામાં આવી હતી.

મારામારીમા ઈજા થતા સારવારમાં

મોરબી તાલુકાના નવા આમરણ ગામે ડાયમંડનગર વિસ્તારમાં રહેતા વિરજીભાઈ મલાભાઇ પરમાર નામના ૫૮ વર્ષીય આધેડને જુના આમરણ ગામ નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યાંથી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના આઈ.એમ.અજમેરી દ્વારા બનાવની નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપરમાં રહેતા હિતેશ કિશોરભાઈ ઇન્દરિયા નામના ૨૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં સારવારમાં ખસેડાયો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે તે રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળા પાસેથી બાઈકમાં જતો હતો ત્યાં રસ્તામાં ખાડો આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઈજા પામતા હિતેષને સારવારમાં ખસેડાયો હતો.

દવા પી જતા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર ઘુંટુ ગામ પાસે આવેલ આઈટીઆઈ નજીક હરિઓમ પાર્ક વિસ્તાર પાસે ઝેરી જંતુનાશક દવા પી જતા રાહુલ ઘનશ્યામભાઈ કણજારિયા નામના ૨૭ વર્ષીય માલણીયા તા.હળવદના રહેવાસી યુવાનને સારવાર માટે લઇ જવાયો હતો બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજાએ જઈને આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબી તાલુકાના ઉટબેટ (સામપર) ગામે દશામાઁના મંદિર પાસે રહેતા ભાવેશ રમેશભાઇ સાવરીયા નામનો ૩૫ વર્ષનો યુવાન તેના ઘર નજીકથી બાઇક લઇને જતો હતો તે સમયે બાઇક પલ્ટી મારી જતા ઈજા પામતા ભાવેશભાઇને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.






Latest News