ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે સીરામીક કારખાના નજીક યુવાનને છરી ઝીંકીને મોબાઇલ ફોનની ચિલઝડપ કરનાર ત્રણ સગીર સહીત ચારની ધરપકડ


SHARE









મોરબીના રંગપર પાસે સીરામીક કારખાના નજીક યુવાનને છરી ઝીંકીને મોબાઇલ ફોનની ચિલઝડપ કરનાર ત્રણ સગીર સહીત ચારની ધરપકડ

મોરબીના જુદા જુદા વિસ્તારમાં એકલદોકલ વ્યક્તિ પાસેથી મોબાઇલ ફોનની ચીલ ઝડપ કરવાના બનાવો છેલ્લા દિવસોમાં મોરબીની આસપાસમાં વધેલ છે દરમિયાન મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે આઇ ટાઇલ્સ એલએલપી નજીકથી બે બાઈકમાં આવેલા અજાણ્યા ચાર શખ્સોએ યુવાનને છરી વડે ઇજા કરીને તેની પાસેથી મોબાઇલ લઈને નાસી ગયા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધ્યો હતો જેમા ત્રણ સગીર સહીત ચારની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ વોયાતી સીરામીક કારખાનાની ઓરડી નજીકથી યુવાન પાસેથી અજાણ્યા ચાર શખ્સો મોબાઈલ ફોન આંચકી ગયા હતા જે ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૨૩ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા તે અરસામાં જ રાજસ્થાનના જોધપુર જિલ્લાના પોપાવાસ ગામના ઓમારામ લુણારામ ખોત જાતે જાટ (ઉંમર ૩૨) નામનો ટ્રક ડ્રાઇવર યુવાન કેજે મોરબીના રંગપર પાસે આવેલ કારખાનામાં માલ ભરવા માટે આવ્યો હતો અને માલ ભરાતો હતો ત્યારે તે કારખાને બહાર નીકળ્યો ત્યારે તેના ઉપર છરી વડે હુમલો કરીને ચાર અજાણ્યા શખ્સોએ તેની પાસે રહેલ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી.બાદમાં ઓમારામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ ચોરાઉ મોબાઇલ સાથે ઝડપાયેલ કાનજીભાઈ ઉર્ફે કાનો રાજેશભાઈ ડાયાભાઇ ચાવડા જાતે પખાલી (ઉંમર ૨૧) રહે.રામકૃષ્ણનગર મહેન્દ્રનગર રોડ સામાકાંઠે મોરબી-૨ તેમજ તેની સાથેના ત્રણ અજાણ્યા સગીરવયના ઇશમોની સામે ફરીયાદ નોંધાવી હતી.જેમાં તેણે જણાવ્યુ છે કે મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ આઇ ટાઇલ્સ એલએલપી સીરામીક કારખાનાની બહાર તે ઉભો હતો ત્યારે બે અજાણ્યા બાઈકમાં ઉપરોક્ત ચાર શખ્સો તેની પાસે આવ્યા હતા અને તેની પાસેથી વીવો કંપનીનો મોબાઇલ ફોન આંચકીને લઈને નાસી ગયા હતા ત્યારે ફરિયાદી યુવાનને છરી વડે બેઠકના ભાગે ઇજા પણ કરવામાં આવી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા ઉપરોક્ત ચીલ ઝડપના બનાવમાં કાનજી ઉર્ફે કાનો રાજેશ ચાવડા જાતે પખાલી (૨૧) રહે.રામકૃષ્ણનગરની ગુનાના કામે ધરપકડ કરીને તેની સાથે ગુનામાં સંડોવાયેલા ત્રણ સગીર વયના કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરો કેજે ત્રણેય પણ રામકૃષ્ણનગર વિસ્તારમાં જ રહે છે તેને ડીટેઇન કર્યા હતા.

આધેડ રાજકોટ ખસેડાયા

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ ચામુંડાનગર મેઇન રોડ ખાતે રહેતા પ્રેમજીભાઈ જેઠાભાઇ સોલંકી નામના ૫૫ વર્ષના આધેડ તેઓના ઘેર અકસ્માતે પડી ગયા હતા જેથી ઇજાઓ પામતા તેમને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.પોલીસની જાણ કરવામાં આવેલ હોય હાલ બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર વિસ્તારમાં રહેતી સંગીતાબેન રમણભાઈ થાપા નામની ૨૫ વર્ષીય મહિલાને બેઠાપુલ પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા અમિત દિલીપભાઈ સારલા નામના યુવાને સંગીતાબેનને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યા હતા જેથી હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News