મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના પ્રતાપ રોડ ઉપરથી બાઈકની ચોરી કરનાર આરોપી ઝડપાયો


SHARE







વાંકાનેરના પ્રતાપ રોડ ઉપરથી બાઈકની ચોરી કરનાર આરોપી ઝડપાયો

વાંકાનેરના ગ્રીન ચોક પ્રતાપ રોડ ઉપર આવેલ શક્તિ ટ્રાન્સપોર્ટની બાજુમાં આધેડે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી કરીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે ચોરાઉ બાઇક સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે

વાંકાનેર તાલુકાના કોઠારીયા નવા પ્લોટ નિશાળની બાજુમાં રહેતા મોઇનુદ્દીનભાઈ અમીનભાઈ ખોરજીયા જાતે મોમીન (૫૫) એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી કે, વાંકાનેરના ગ્રીન ચોક પ્રતાપ રોડ ઉપર આવેલ શક્તિ ટ્રાન્સપોર્ટની બાજુમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩ ઇકયું ૦૨૭૫ પાર્ક કરીને મૂક્યું હતું જે ૧૫૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ હતી જેથી ભોગ બનેલા આધેડ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જેના આધારે પોલીસે આ ગુનામાં પરવેઝભાઈ હુશેનભાઈ ઉર્ફે ડબલ દેકાવડિયા જાતે મોમીન (૩૯), રહે. મોમીન શેરી વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને ચોરાઉ બાઈકને કબજે કરેલ છે






Latest News