મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં પૂર્વ મહિલા કર્મચારી સહિત ત્રણ શખ્સોએ કારખાનાના લેબર કોન્ટ્રાક્ટરનું અપહરણ કરીને માર માર્યો


SHARE







મોરબીમાં પૂર્વ મહિલા કર્મચારી સહિત ત્રણ શખ્સોએ કારખાનાના લેબર કોન્ટ્રાક્ટરનું અપહરણ કરીને માર માર્યો

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ કારખાનામાં લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા યુવાનને ત્યાં કામ કરતી યુવતી પૂર્વ મહિલા કર્મચારી સાથે કપડાની ખરીદી કરવા માટે ગઈ હતી અને ત્યારબાદ યુવતીની માતાના કહેવાથી કોન્ટ્રાક્ટર તે યુવતીને શોધવા માટે ગયો હતો ત્યારે પૂર્વ મહિલા કર્મચારી સાથે યુવતી તખતસિંહજી રોડ ઉપર આવેલ કપડાના શોરૂમમાં હતી દરમિયાન પૂર્વ મહિલા કર્મચારીએ કોઈને ફોન કરીને બે શખ્સોને ત્યાં બોલાવ્યા હતા અને તેના દ્વારા કોન્ટ્રાક્ટર યુવાનને શોરૂમમાં માથાકુટ કરીને માર મારવામાં આવેલ હતો અને બાદમાં સ્કોર્પિયો ગાડીમાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તેના આધારે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળી કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલ મોરબીના પંચાસર રોડ ઉપર ન્યુ ચંદ્રેશનગર આરાધના એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૧૦૨ માં રહેતા હિતેષભાઇ બાબુભાઇ રામાવત (ઉમર ૩૬) એ માયા નામની પુર્વ કર્મચારી અને રફિક તેમજ સલમાન નામના બે શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને પોલીસ ફરીયાદ નોંધાવી છે જેમા તેનો જણાવ્યુ છે કે, લાતી પ્લોટ-૫-૬ ની વચ્ચે સતીષભાઇ મેરજાનુ સુર્યા પ્લાસ્ટીક નામનું કારખાનુ છે.તેમાં તે લેબર કોન્ટ્રાકટ તરીકે કામ કરે છે અને આ પ્લાસ્ટીકના કારખાનામાં ૧૧ છોકરીઓ અને ૩ છોકરાઓ મજુરી કામ કરે છે.

આ યુવાને નોંધાવેલ ફરીયાદમાં લખાવ્યુ છે કે, તેના કારખાનામાં કામ કરતી નાઝમીન સોઢાએ તેને કહ્યુ હતુ કે તેની માતાએ ના પાડી હતી તો પણ ત્યાં કામ કરતી તેની બહેન મુસ્કાન કારખાનામાં અગાઉ કામ કરતી માયા રહે. વવાણીયા વાળી સાથે કપડાની ખરીદી કરવા માટે ગયેલ છે અને તે બંન્ને તખ્તસિંહજી રોડે આવેલા કપડાના શોરૂમમાં ખરીદી કરવા ગયેલ હોવાનું કહેલ હતુ જેથી તેને શોધવા માટે ફરીયાદી યુવાન ગયો હતો અને વિજય ટોકીઝ પાસે બંન્ને છોકરી તેને મળેલ હતી અને કપડાની ખરીદી કરેલ ન હતી જેથી કરીને ફરિયાદી યુવાન મુસ્કાન અને માયા સાથે ત્યાં કપડાના શોરૂમે ગયો હતો અને ત્યારબાદ માયાએ ફોન કરીને સલીમ નામના શખ્સને ત્યાં બોલાવ્યો હતો.

ત્યારબાદ માયાએ તેને ઈશારો કરીને અમને હેરાન કરે છે તેવું કહેતા સલીમએ તેનો કાંઠલો પકડીને તેને માર માર્યો હતો અને ખેંચીને શોરૂમની બહાર લઈ ગયો હતો ત્યાં રફીક નામનો ઇશમ હોય તેણે પણ ફરિયાદી હિતેશને માર માર્યો હતો ત્યારબાદ તેને સ્કોર્પિયો ગાડીમાં બેસાડીને તેનું અપહરણ કરીને લઈ જતા હતા ત્યાં જડેશ્વર મંદિર પાસે ફરિયાદી હિતેશનો નાનો ભાઈ કેતન તથા ચાની હોટલ વાળો આવી જતા આરોપીઓએ સ્કોર્પિયો ગાડી નંબર જીજે ૩૬ એએફ ૦૭૮૬ માંથી ફરિયાદી હિતેશને નીચે ઉતારી દીધો હતો અને ત્યાંથી રેલ્વે સ્ટેશન બાજુ ગાડી લઈને ચાલ્યા ગયા હતા હાલમાં હિતેશભાઈ રામાવતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News