મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ સંકુલ ખાતે બે દિવસ માટે વાર્ષિકોત્સવ ઉજવાયો વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડ એનાયત કરાયા સાથે સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયા


SHARE







મોરબીના નવયુગ સંકુલ ખાતે બે દિવસ માટે વાર્ષિકોત્સવ ઉજવાયો વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડ એનાયત કરાયા સાથે સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયા

મોરબીના નવયુગ સંકુલ ખાતે બે દિવસ માટે શાળાના બાળકો માટે ફંકશન યોજવામાં આવ્યું હતું જેમાં જુદાજુદા ધોરણ માટે બે દિવસ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથોસાથ શૈક્ષણિક સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને એવોર્ડ, ગિફ્ટ શિલ્ડ અને ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા સાથોસાથ શાળાના બાળકો દ્વારા વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમમાં પણ યોજાયા હતા.

તા.૧૭ ને શુક્રવારે નવયુગ સંકુલના ધોરણ ૭ થી ૧૦ ના વિદ્યાર્થીઓના વાર્ષિક ફંક્શનનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં એવોર્ડ્સ, ગીફ્ટ, શિલ્ડ ઈનામ વિતરણ કરવામાં આવેલ.સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં રાષ્ટ્રભક્તિ, થીમ બેઝ કૃતિ અને અભિનય ગીત રજૂ કરવામાં આવેલ.આ ફંક્શન નિહાળવા બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા દ્વારા પ્રેરણા પુરી પાડવામાં આવેલ હતી. મોરબીની નવયુગ સંકુલ ખાતે બે દિવસ માટે યોજાયેલ કાર્યક્રમમાં પ્રથમ દિવસ માટે કેજી થી ધો.૫ સુધીના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમોનું આયોજન થયું હતું અને ત્યારબાદ બીજા દિવસે ધો.૬ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમોનું આયોજન થયું હતું બંને દિવસમાં કાર્યક્રમમાં એન્કર તરીકે નવયુગ સંકુલ ખાતે ધો.૪ માં અભ્યાસ કરતા અને એડવોકેટ કિશોરભાઈ બોપલિયાના પુત્ર ભવ્ય કિશોરભાઈ બોપલિયા દ્વારા એન્કરીંગ કરવામાં આવ્યુ હતુ.






Latest News