મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા કારખાનેદારના પુત્રએ કોઈ કારણસર અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE











મોરબીમાં રહેતા કારખાનેદારના પુત્રએ કોઈ કારણસર અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર વિસ્તારમાં રહેતા અને લાતીપ્લોટ વિસ્તારમાં ફોટો ફ્રેમનું કારખાનું ધરાવતા કારખાનેદારના બે પૈકીના મોટા પુત્રએ તેમના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજત્તા હાલ બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

વધુમાં પોલીસ સુત્રોની પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગર શેરી નંબર-૧ માં રહેતા અને મોરબીના લાતી પ્લોટમાં ફોટો ફ્રેમનું કારખાનું ધરાવતા મેહુલભાઈ ચૌહાણના ૧૬ વર્ષીય પુત્ર મનદિપએ તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને મનદિપ મેહુલભાઇ ચૌહાણ નામના ૧૬ વર્ષના સગીરનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે અત્રેની સિવિલે લાવવામાં આવતા હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા આ અંગે નોંધ કરવામાં આવી છે અને કયા કારણોસર મનદિપ ચૌહાણ નામના સગીરે અંતિમ પગલું ભર્યું તે દિશામાં હાલમાં પોલીસે તપાસનો દોર આગળ લંબાવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.વધુમાં મળતી માહિતી મુજબ મૃતક મનદિપ અભ્યાસ કરતો હતો અને બે ભાઈ પૈકી મોટો ભાઈ હતો હાલ મનદિપએ ભરી લીધેલા અજુગતા પગલાના પરિણામે ચૌહાણ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામની પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં ઈજા થવાથી ભીખાભાઈ જગુભાઈ ચાડમીયા (૩૨) રહે.રાતડીયા તાલુકો વાંકાનેર અને વશરામભાઈ જગસીભાઈ ચાડમીયા (૩૨) રહે.લીંબાદર વાળાઓને ઇજાઓ પહોંચતા બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા હાલમાં પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના નાની બજાર વિસ્તારમાં રહેતા વિજયભાઈ મગનભાઈ અગેચાણીયા નામના ૩૦ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં તેને સારવારમાં ખસેડાયો હતો તે જ્યારે લીલાપર રોડ ઉપરથી વાહનમાં જતો હતો ત્યાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં તેને ઇજા પહોંચેલી હોય તેને સારવાર માટે ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના માધાપરા વિસ્તારમાં શેરી નંબર-૧૯ માં રહેતા કાંતિભાઈ દેવરાજભાઈ ડાભી નામના ૪૯ વર્ષીય આધેડને પોતાના ઘર પાસે મારામારીના બનાવમાં ઈજા પહોંચેલી હોય તેઓને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા જાણ કરાતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News