સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી


SHARE





મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી

મોરબીના રવાપર ગામ પાસે રોડનું કામ ચાલી રહ્યું છે જેથી ત્યાં ખાડા ખોદવામાં આવેલ છે દરમ્યાન રવાપર પાસે મોટા ખુલ્લા ખાડામાં સ્કૂટર સહીત માતા અને પુત્રી બંને ખાડામાં પડી ગયા હતા જેથી કરીને બંન્ને ઇજા થઈ હતી જો કે, આ બનાવમાં જાનહાનિ થયેલ નથી પરંતુ મહાપાલિકા જાનહાનિ થાય તેની રાહ જોઈ રહી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

મોરબીના રવાપર ગામ પાસે રોડનું કામ ચાલુ છે ત્યાં અંદાજે 3 થી 4 ફૂટનો ખાડો કરવામાં આવેલ છે અને ત્યાં કોઈ પણ પ્રકારની આડશ રાખવામા આવેલ નથી જેથી અકસ્માતનો ત્યાં સતત ભય રહે છે તેવામાં સોમવારે બપોરના સમયે એક સ્કૂટર ઉપર માતા અને તેની દીકરી બંને જઇ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર સ્કૂટર રોડ વચ્ચે આવેલ ખાડામાં પડી ગયું હતું ત્યારે સ્કૂટર ઉપર બેઠેલ માતા અને પુત્રી પણ ખાડામાં પડી ગયા હતા. જો કે આ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી પરંતુ મહાપાલિકા અને કોન્ટ્રાકટરની આવી બેદરકારી ગમે ત્યારે  નિર્દોષ લોકો કે વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. અને આગામી દિવસોમાં ચોમાસુ આવી રહ્યું છે ત્યારે રોડના ખાડા બુરવામાં આવે અથવા તો લોકોને ખબર પડે તે રીતે આડશ મૂકવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.




Latest News