સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ


SHARE





મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની યુવતી ઘરેથી કોઈને કહીં કહ્યા વગર કયાંક ચાલી ગયેલ હોય ઘરમેળે તપાસ કર્યા બાદ પોલીસમાં જાણ કરાતા પોલીસે નોંધ કરીને તપાસ શરૂ કરી છે

હાલમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે કાંતિભાઈ પાલાભાઈ સિંગલ (૫૦) રહે.મહેન્દ્રનગર આઈ.ટી.આઈ સામે સત્યમ પાર્ક એ જાહેરાત કર્યુ હતુ કે તેમની દિકરી મમતાબેન કાન્તીભાઇ સિંગલ (ઉ.વ.૨૦) રહે.મહેન્દ્રનગર આઈ.ટી.આઈ.ની સામે સત્યમ પાર્ક વાળી ગત તા.૧૧-૬ ના બપોરના ત્રણેક વાગ્યે પોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર નીકળી ગયેલ છે.તેણીએ પંજામાં ટેટુ ત્રોફાવેલ છે.શરીરે ઘઉંવર્ણ તથા મધ્યમ બાંધાની તેમજ ઉંચાઈ આશરે પાંચ ફુટ બે ઈંચ જેટલી છે.ગુમનોંધ દાખલ થતા હેડ કોન્સ્ટેબલ એ.એમ.ઝાપડીયાએ તપાસ હાથ ધરેલ છે.આ બાબતે કોઇને કંઇ માહીતી હોય તો મોબાઇલ નંબર ૯૭૧૪૦ ૬૪૪૧૯ અથવા સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન મોબાઇલ નંબર ૬૩૫૭૨ ૪૦૭૧૮ ઉપર જાણ કરવા યાદીમાં જણાવાયેલ છે.




Latest News