સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામ નજીક યુવાનને નજીવી વાતમાં બે શખ્સોએ માર માર્યો


SHARE





માળીયા (મી)ના સરવડ ગામ નજીક યુવાનને નજીવી વાતમાં બે શખ્સોએ માર માર્યો

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામ નજીક યુવાન પાસે પાણી માંગ્યું હતું ત્યારે તેની પાસે પાણી નહીં હોવાનું તે યુવાને કહ્યું હતું જેથી ઉશ્કેરાઈ ગયેલા સામે વાળા શખ્સે યુવાનની સાથે બોલચાલી કરી હતી અને ઝઘડો કર્યો હતો ત્યારબાદ અન્ય એક શખ્સને ત્યાં બોલાવતા તે ત્યાં આવી ગયો હતો અને બંને બે શખ્સોએ યુવાનની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને યુવાનને ગાળો આપીને ગાલ તથા કાન ઉપર ઝાપટો મારી હતી જેથી યુવાનને કાનના પડદામાં ઇજા થઈ છે અને લાકડી વડે યુવાનને વાસના ભાગે માર માર્યો હતો. તેમજ યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામે રહેતા જયેશભાઈ ગોવિંદભાઈ મૂછડિયા (38)એ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં પુનિત ઉર્ફે પુનિયો પટેલ અને નવનીત પટેલ રહે. બંને સરવડ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે સરવગામે અનુ. જાતિના સ્મશાન નજીક ફરિયાદી હાજર હતા ત્યારે પુનિતે ફરિયાદી પાસેથી પાણી માંગ્યું હતું જો કે, ફરિયાદી તેની પાસે પાણી નથી તેવું કહ્યું હતું જેથી ઉશ્કેરાઈ ગયેલ પુનિતે ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને ગાળોને આરોપી નવનીતને બોલાવતા તે ત્યાં આવ્યો હતો ત્યાર બાદ બંને શખ્સોએ ફરિયાદી સાથે બોલાચાલી અને જપાજપી કરી હતી અને ગાળો આપીને પુનિતે ફરિયાદીને બંને ગાલ ઉપર અને કાનના ભાગે ઝપાટો મારીને ઇજાઓ કરી હતી. જેથી ફરિયાદીને કાનના પડદામાં ઇજા થઈ છે અને નવનીતે લાકડાના ધોકા વડે ફરિયાદીને વાસના ભાગે માર માર્યો હતો તથા ડાબી આંખ પાસે ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી અને મારી નાખવાની ધમકી આપેલ છે તેમજ ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરેલ છે જેથી બનેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News