મોરબીમાં હનીટ્રેપ દરમ્યાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર શખ્સ જેલ હવાલે હળવદના કડીયાણા ગામ પાસે આગ લાગતા ટ્રક અને પેપરનો જથ્થો બળીને ખાખ મોરબીના આંદરણા ગામે 7.36 લાખના રોકડ-દાગીનાની ચોરીના ગુનામાં એમપીની ગેંગના બે સાગરીત 4.53 લાખના મુદામાલ સાથે પકડાયા: 3 ની શોધખોળ મોરબીમાં ઘરે સીડી ઉતરતા સમયે પાણીના ટાંકામાં પડી ગયેલ 7 વર્ષના બાળકનું મોત હળવદના ભલગામડા ગામે ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા સહિત 2.50 લાખના મુદ્દામાલની ચોરી મોરબીમાં જુગારની જુદાજુદા સ્થળે બે રેડમાં 7 શખ્સ 35,300 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં ઇન્સ્ટગ્રામમાં મેસેજ કરીને પતિને પૂછનારી પત્નીને પટ્ટા વડે શરીરે અને માથામાં માર માર્યો હળવદના ચરાડવા ગામનો બનાવ: કોઇની સાથે ફોન ઉપર વાત કરતી પત્નીને પતિએ ઠપકો આપતા મહિલાએ મોત મીઠું કર્યું
Breaking news
Morbi Today

મોરબીમાં મોબાઇલ એપમાં લૂડો ગેમથી જુગાર રમતા 3 શખ્સ પકડાયા


SHARE







મોરબીમાં મોબાઇલ એપમાં લૂડો ગેમથી જુગાર રમતા 3 શખ્સ પકડાયા

મોરબીના વાવડી રોડ ઉપર હોટલ પાસે જાહેરમાં મોબાઇલ એપમાં લૂડો ગેમમાં પાસા ફેકીને જુગાર રમતા હતા જેથી ત્યાં જુગારની રેડ કરી હતી અને પોલીસે 3 શખ્સોને પકડી લઈને તેની પાસેથી રોકડ રૂપિયા અને મોબાઈલ મળીને 6500 નો મુદામાલ કબ્જે કર્યો હતો. અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઠાકરધણી હોટલની સામેના ભાગમાં ત્રણ શખ્સો જાહેરમાં મોબાઇલ એપમાં લૂડો ગેમમાં પાસા ફેકીને જુગાર રમતા હોવાનું પોલીસના ધ્યાન ઉપર આવ્યું હતું જેથી પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી 1500 રૂપિયા રોકડા તથા 5000 રૂપિયાની કિંમતનો મોબાઈલ આમ કુલ મળીને 6500 ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી નંદલાલ લખમણભાઇ રૈયાણી (41) રહે. સનાળા રોડ માર્કેટયાર્ડમા આવેલ કેન્ટીંગના રૂમમાં મોરબી, બિલાલ આદમભાઈ લંઘા (35) રહે. રણછોડનગર નિધિપાર્ક સોસાયટી મોરબી અને નઈમ નુરમામદભાઇ ચાનીયા (24) રહે. રેલવે સ્ટેશન પાછળ ખાડા વિસ્તાર મોરબી વાળાને ઝડપી લીધા હતા અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News