મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

હળવદના ગોલાસણ ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત


SHARE





હળવદના ગોલાસણ ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત

હળવદના ગોલાસણ ગામે કોઈપણ કારણોસર યુવતીએ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદના ગોલાસણ ગામે રહેતા દિલીપભાઈ દાદુભાઇ મહેડુ (51)ની દીકરી હીનાબેન દિલીપભાઈ મહેડુ (29)એ કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને હીનાબેનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતક યુવતીના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.બી.ટાપરિયા ચલાવી રહ્યા છે.

મારા મારીના બનાવમાં ઇજા

મોરબીના મકનસર ગામ પાસે પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ કેશવજીભાઈ પરમાર (31) નામના યુવાનને લીલાપર કેનાલ નજીક મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે  હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે જ્યારે મોરબી નજીકના આંદરણા ગામે રહેતા મનસુખભાઈ તેજાભાઈ પરમાર (55) નામના આધેડને મારામારીના બનાવમાં ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરી હતી




Latest News