હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા પાસે કારખાનાની બહાર ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોત


SHARE







વાંકાનેરના મેસરીયા પાસે કારખાનાની બહાર ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોત

વાંકાનેરના મેસરીયા ગામ પાસે આવેલ ગોકુલ નમકીનના ક્વાર્ટરમાં રહેતા યુવાને ત્યાં કારખાનાની બહારના ભાગમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ પાસે આવેલ ગોકુલ નમકીન નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા વિકાસકુમાર સુરેશકુમાર (20) નામના યુવાને કારખાનાની બહારના ભાગમાં ગત તા 8/6 ના રોજ સવારે 11 વાગ્યાનાં અરસામાં કોઈપણ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ડી.એમ.રાંકજા ચલાવી રહ્યા છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના જેલ રોડ ઉપર રહેતા દિનેશભાઈ લાભુભાઈ વાઘેલા (53) નામના આધેડે કોઈ કારણોસર ફિનાઇલ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીમાં આવેલ વિનય સ્કૂલ પાસે રહેતા માનવી અર્જુનભાઈ વાઘેલા નામના વ્યક્તિએ કોઈ કારણોસર ફિનાઇલ પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના શનાળા રોડે આવેલ ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News