અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબી નજીક ટાઇલ્સના કારખાનામાં માટી ખાતાના મશીનમાં માથુ આવી જતાં મહિલાનું મોત


SHARE





મોરબી નજીક ટાઇલ્સના કારખાનામાં માટી ખાતાના મશીનમાં માથુ આવી જતાં મહિલાનું મોત

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ટાઇલ્સના કારખાનામાં માટી ખાતામાં કામગીરી દરમિયાન મજૂર મહિલાનું માથું મશીનમાં આવી ગયું હતું જેથી કરીને તેનું માથું મશીનમાં આવી ગયું હતું જેથી માથું દબાઈ જતાં તેનું મોત નીપજયું હતું અને મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના ભડીયાદ ગામ નજીક આવેલ ડેલ્ટા ટાઇલ્સ ઇન્ડિયા એલએલપી નામના કારખાનાના માટી વિભાગની અંદર કામ કરતી મૂળ એમપીની રહેવાસી અને હાલમાં કારખાનામાં મજૂરી કામ કરતી અને લેબર કવાર્ટરમાં રહેતા કલાબાઈ માંગીલાલ મેવાડા જાતે માલવી (૪૩) માટી વિભાગમાં કામ કરી રહી હતી ત્યારે વહેલી સવારે ચારેક વાગ્યા પહેલા કોઈ પણ સમયે કામગીરી દરમિયાન મશીનમાં મહિલાનું માથું આવી ગયું હતું જેથી કરીને મશીનમાં માથું દબાઈ જતાં મહિલાને માથામાં ગંભીર ઇજા થવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ અકસ્માત મૃત્યુના આ બનાવની કારખાનેદાર કાંતિભાઈ બચુભાઈ બરાસરા જાતે પટેલ (૫૪) રહે. મહેન્દ્રનગર ક્રાંતિ જ્યોત સોસાયટી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હેડ કોન્સટેબલ એ.એલ.પરમાર ચાલવી રહ્યા છે.

બાઇક સ્લીપ
મોરબીમાં સિવિલ હોસ્પિટલ પાસે આવેલ ગાંધી ચોક નજીકથી યુવાન તેનું બાઇક લઈને પસાર થતો હતો ત્યારે કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરમાં રહેતો અમિત જગદીશભાઈ સેજપાલ (૩૭) નામનો યુવાન ઈજાગ્રસ્ત થયો હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News