હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી


SHARE







મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી

મોરબી જિલ્લાના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો (પેરા મિલિટરી ફોર્સીસ) તથા પોલીસ ફોર્સની ભરતી પરીક્ષાઓમાં મહત્તમ સફળતા મેળવી શકે તેવા ઉમદા આશય સાથે સરકારી સ્તરે એક વિશેષ પ્રી-રિક્રુટમેન્ટ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત મોરબી જિલ્લાના વતની હોય તેવા ફક્ત પુરુષ ઉમેદવારો માટે ભરતી પૂર્વે શારીરિક ક્ષમતા વધારવા અંગેના ૩૦ દિવસના સંપૂર્ણ મફત નિવાસી તાલીમ વર્ગ (રહેવા-જમવાની સગવડ સહિત) શરૂ કરવામાં આવનાર છે.

આ તાલીમ વર્ગમાં જોડાવા માટે ઉમેદવારની વયમર્યાદા ૧૭.૫ થી ૨૧ વર્ષની વચ્ચે હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાતમાં ધોરણ-૧૦ પાસ (ન્યૂનતમ ૫૦% ગુણ અને પ્રત્યેક વિષયમાં ૩૩% ફરજિયાત) અથવા ધોરણ-૧૨ પાસ હોવું અનિવાર્ય છે. આ ઉપરાંત, શારીરિક ધોરણોમાં ઉમેદવારની ઊંચાઈ ૧૬૮ સેમી કે તેથી વધુ, વજન ૫૦ કિગ્રા કે તેથી વધુ, અને છાતી ફુલાવ્યા વગર ૭૭ સેમી તેમજ ફુલાવીને ૮૨ સેમી થવી જરૂરી છે. તબીબી રીતે સક્ષમ અને પાત્રતા ધરાવતા ઉત્સુક ઉમેદવારોએ પોતાના તમામ અસલ પ્રમાણપત્રોની નકલો સાથે આગામી તા. ૩૦/૦૬/૨૦૨૬ સુધીમાં (જાહેર રજાઓ સિવાય) કચેરી સમય દરમિયાન સવારે ૧૦:૩૦ થી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધીમાં જિલ્લા રોજગાર કચેરીનો સ્વખર્ચે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

આ અગાઉ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત આવી કોઈ પણ નિવાસી તાલીમમાં ભાગ લીધેલો હોય તેવા ઉમેદવારો આ વખતે પ્રવેશ મેળવવા પાત્ર રહેશે નહીં. આ તાલીમ વર્ગ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન મેળવવા માટે કચેરીના સત્તાવાર હેલ્પલાઈન નંબર ૦૨૮૨૨-૨૪૦૪૧૯ પર સંપર્ક સાધવા મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News