મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે


SHARE





મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે

મોરબીની ત્રાજપર ચોકડી પાસે એસઓજીની ટીમે રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી મૂળ રાજસ્થાનનો રહેવાસી એક શખ્સ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે મળી આવેલ હતો જેથી પોલીસે તેની પાસેથી હાલમાં 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાને કબજે કરવામાં આવેલ છે. જથ્થો અને ડ્રગ્સ તથા મોબાઈલ ફોન મળી રહે 1.53 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા પીઆઇ આર.સી. ગોહિલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન ત્રાજપર ચોકડી પાસે આવેલ મેલડી માતાજીના મંદિર પાસે મેફડ્રોન ડ્રગ્સના જથ્થાનું વેચાણ કરવા માટે એક શખ્સ આવ્યો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી રાજસ્થાનના ઢગ તાલુકાના લસુડીયા ગામનો રહેવાસી કાલુલાલ પૂરાલાલ ગોયલ (26) નામનો યુવાન શખ્સ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 49.380 ગ્રામ જેની કિંમત 1,48,140 તથા 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,53,140 ની કિંમતના મુદ્દા માલ સાથે આરોપીની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલા ડ્રગ્સનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને મોરબીમાં કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. #morbi




Latest News