મોરબીમાં ડિવાઇડર કૂદીને ટ્રક કોંગ્રેસનાં આગેવાનની કાર સાથે અથડાયો: કારમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહિ
SHARE
મોરબીમાં ડિવાઇડર કૂદીને ટ્રક કોંગ્રેસનાં આગેવાનની કાર સાથે અથડાયો: કારમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહિ
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કોંગ્રેસના આગેવાન પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેના રોડ ઉપરથી આવી રહેલ ટ્રકના ચાલકે પોતાના ટ્રકના સ્ટેરિંગ ઉપરથી કોઈ પણ કારણોસર કાબુ ગુમાવી દેતા ડિવાઈડર ઉપરના વીજ પોલ સાથે ટ્રક અથડાયો હતો અને વીજ પોલ તોડીને સામેના રોડ ઉપરથી કોંગ્રેસના આગેવાન ગાડી લઈને જતાં હતા તેની ગાડી સાથે ટ્રક ભટકાયો હતો જેથી કારના બોનેટમાં, આગળના ભાગમાં, સનરુફ ટોપમાં અને કાચમાં નુકસાની થયેલ છે જેથી કરીને કોંગ્રેસના આગેવાન દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી
મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપ ખાતે સત્યમ હાઈટ્સ ફ્લેટ નંબર 403 માં રહેતા પ્રવિણકુમાર મનસુખભાઈ વઘાસિયા (38)એ હાલમાં ટ્રક નંબર જીજે 17 યુયુ 8177 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી તેઓ પોતાની ટાટા કંપનીની કાર નંબર જીજે 36 એપી 4046 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેના રોડ ઉપરથી આરોપી પોતાનો ટ્રક લઈને આવતો હતો અને કોઈ કારણોસર ટ્રક ચાલકે પોતાના ટ્રકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ટ્રક ડિવાઈડર વચ્ચે લગાવવામાં આવેલા ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાયો હતી અને ત્યાર બાદ વીજપોલ તોડીને ડિવાઇડર કૂદીને ટ્રક સામેના રોડ ઉપરથી પસાર થતા ફરિયાદીની કાર સાથે અથડાયો હતો જેથી ફરિયાદીની કારના બોનેટમાં, આગળના ભાગે, કાચમાં તથા સનરુફ ટોપમાં નુકસાની થયેલ છે જેથી કારના ચાલક દ્વારા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આરોપી રાજુભાઇ રાયમલભાઈ ડામોર રહે. અગ્રાવ બસ સ્ટેશન પાસે તાલુકો મેઘનગર એમપી વાળાને પકડીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મોરબી મહાપાલિકાની ચૂંટણી યોજાઈ હતી જેમાં વોર્ડ નં. 3 માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફરિયાદી પ્રવિણકુમાર વઘાસિયાએ ચૂંટણી લડી હતી અને આ અકસ્માતનો બનાવ બન્યો ત્યારે તેઓ પોતાની કારમાં કોંગ્રેસના અન્ય આગેવાનોને સાથે બેસાડીને ગઈકાલે ગાંધીનગર ખાતે જે ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજવાની હતી તેમાં જવા માટે નીકળ્યા હતા ત્યારે અકસ્માતનો આ બનાવ બન્યો હતો