મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના પીઆઇ વિરુદ્ધ ગૃહમંત્રીને કરાઇ લેખિત રજૂઆત


SHARE











વાંકાનેરના પીઆઇ વિરુદ્ધ ગૃહમંત્રીને કરાઇ લેખિત રજૂઆત

વાંકાનેર તાલુકાનાં મહિકા ગામે રહેતાં ઇલ્લુદીન હબીબભાઇ બાદીએ હાલમાં વાંકાનેરના પીઆઇ વિરુદ્ધ રાજ્યના ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે અને તે અધિકારી વ્યાજખોરોને છાવરતા હોવાના ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે અને તેની સામે પગલા લેવાની માગણી કરી છે.

હાલમાં જે અરજી ઇલ્લુદીન બાદીએ કરી છે તેમાં જણાવ્યુ છે કે, લોકડાઉન દરમિયાન ધંધામાં ખોટ જતાં દેવું ભરપાઇ કરવા માટે તેને અમદાવાદમાં રહેતાં પ્રહલાદસિંહ બહાદૂરસિંહ ચુડાસમા અને તલાટી કમ મંત્રી એઝાજ કાદરી પાસેથી ખેતીની જમીન ઉપર ૩૦ લાખ રૂપિયા પાંચ ટકાના વ્યાજે લીધા હતાં. અને ૧૮ માસ સુધી નિયમીત વ્યાજ આપ્યું હતું. અને બાદમાં વ્યાજ નહી ચુક્વી શક્તા તેની જમીન લખાવી લેવામાં આવી હતી જેની મોરબીના એસપીને અરજી કરી હતી અને બાદમાં વાંકાનેરના પીઆઇ કે.એમ. છાસિયાને રૂબરૂ મળીને અરજી આપી હતી જો કે, ત્યારે એફઆઇઆર દાખલ કરવામાં આવી ન હતી અને પીઆઇએ અપશબ્દો કહ્યા હતા જેથી પહેલા એસપી અને બાદમાં રાજકોટ રેન્જના આઇજીને મળીને ફરિયાદ લેવા માટે રજૂઆત કરી હતી જેથી કરીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે જો કે, વાંકાનેરના સિટી પીઆઇ દ્વારા ફરિયાદીને બેફામ ગાળો આપવામાં આવી હતી અને મારૂં કોઇ કાંઇ બગાડી નહી શકે તેમ કહેવામાં આવ્યું હતું જેથી કરીને પીઆઇ સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે






Latest News