મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે યુવાનના હાથમાંથી મોબાઇલ આંચકીને ચાર અજાણ્યા શખ્સો ફરાર: એકની ધરપકડ


SHARE











મોરબીના જાંબુડીયા પાસે યુવાનના હાથમાંથી મોબાઇલ આંચકીને ચાર અજાણ્યા શખ્સો ફરાર: એકની ધરપકડ

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરની કોલોની પાસે ઉભેલ યુવાન પાસેથી મોબાઇલ ફોન આંચકીને અજાણ્યા ચાર શખ્સો નાસી ગયા હતા. જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી હાલમાં એક આરોપીને જડપી લીધેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ વોયાતી સિરામિક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો અબ્દુલહક સમતુલહક અંસારી જાતે મુસ્લિમ (૧૮) નામનો યુવાન લેબર કવાર્ટર પાસે રોડ પર હતો ત્યારે અજાણ્યા ચાર શખ્સો તેની પાસે આવ્યા હતા અને તેની પાસેથી ૫૦૦૦ રૂપિયાની કિંમતમાં મોબાઈલ ફોન આંચકીને નાશી ગયા હતા જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને હાલમાં આ ગુનામાં એલસીબી પોલીસ સ્ટાફે કાનજીભાઈ ઉર્ફે કાનો રાજેશભાઈ ચાવડા જાતે પખાલી (૨૧) રહે.પટેલ સોસાયટી સામે રામકૃષ્ણનગર બ્લોક નં.બી-૪ મોરબી-૨ વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના ત્રણ  આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મહિલા-યુવાન સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઘુંટુ ગામ નજીકના હરીનગર વિસ્તારમાં રહેતા હેમીબેન સવજીભાઈ ભીમાણી નામના મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે ઘરેથી મંદિરે જતા રસ્તામાં ચક્કર આવતા બાઈકના પાછળના ભાગેથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેઓને ઇજા થતા સારવાર માટે સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યારે કચ્છના ગાંધીધામના રહેવાસી રમેશ મોઢાજી કટારા નામના ૩૫ વર્ષના યુવાનને મોરબીના માળીયા હાઇવે ઉપર વિશાલા હોટલ નજીક વાહન અકસ્માતના બનવામાં ફેકચર જેવી ઈજાઓ સાથે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ થતા વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે નોંધ કરી રાબેતા મુજબની તપાસ હાથ ધરવામાં આવી હતી.

બાળકી સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામે રહેતા નથુભાઈની બાર વર્ષની દીકરી રીટાને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના જેલ રોડ ઉપરના વાંકાનેર દરવાજાથી લીલાપર રોડ બાજુ જતા રસ્તે રીટા નથુભાઈ નામની બાર વર્ષની બાળકી બાઇકના પાછળના ભાગે બેસીને જતી હતી દરમિયાનમાં તે અકસ્માતે બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થતા તેને સારવારમાં ખસેડાઈ હતી હાલ એ ડિવિઝન પોલીસના વિપુલભાઈ દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.તેમજ મોરબીના શનાળા રોડ ખાતે રહેતા કૈલાસબેન સંજયભાઈ સાવરીયા નામના ૪૯ વર્ષીય મહિલા મોરબીના બગથડા અને આમરણના રસ્તે બગથડા ગામ નજીકથી બાઈકમાં જતા હતા ત્યારે બાઈકના પાછળના ભાગેથી તેઓ અકસ્માતે નીચે પડી જતા ઈજા પામેલ હોય કૈલાસબેન સાવરીયાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.






Latest News