મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક રોડ સાઇડમાં ઉભેલ કારમાં વાહન અથડાતાં અકસ્માત


SHARE







મોરબીના રફાળેશ્વર નજીક રોડ સાઇડમાં ઉભેલ કારમાં વાહન અથડાતાં અકસ્માત


મોરબી વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામની સીમમાં પોલીસ હેડ કવાર્ટરની સામેના ભાગમાં યુવાન પોતાની આર્ટિગા કાર લઈને ઊભો હતો ત્યારે અશોક લેલન કંપનીનું બડાદોસ્ત વાહન લઈને નીકળેલા વાહન ચાલકે તેનું વાહન કારમાં પાછળ અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કારમાં નુકશાન થયું હોવાથી કાર ચાલકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે આવેલ બોની પાર્કમાં ઋત્વિક હાઈટ્સ બ્લોક નં. ૩૦૩ માં રહેતા મધુસુદનભાઈ ગુણવંતરાય પંડ્યા જાતે બ્રાહ્મણ (૩૭)આ અશોક લેલન બડદોસ્ત નં. જીજે ૩ બીવાય ૦૪૪૦ ના ચાલક પ્રેમજીભાઈ મનજીભાઈ મેર જાતે કોળી રહે. નાળિયેરી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામની સીમમાં પોલીસ હેડ કવાર્ટર સામેના ભાગમાં તે પોતાની આર્ટિગા કાર નં. જીજે ૩૬ બી ૭૧૩૩ ઉભી રાખીને ઉભા હતા ત્યારે અશોક લેલન કંપનીનું બડા દોસ્ત વાહન લઈને નીકળેલ પ્રેમજીભાઈએ પાછળથી તેની કારના ઠાઠામાં અથડાવ્યું હતું જેથી કારમાં નુકસાની થયેલ હતી માટે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

તાપણામાં દાજી જતા બાળકી સારવારમાં

મોરબીના માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા નજીક તાપણું કરતા સમયે દાઝી ગયેલ બાળકીને સારવાર માટે રાજકોટ ખેસાડવામાં આવી હતી મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટીંબડી ગામ નજીક હોથલબેન શામજીભાઈ કાનાણી નામની તેર વર્ષની બાળકી વહેલી સવારના તાપણુ કરતી હતી ત્યારે તાપણામાં દાઝી જતા તેને સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી હતી અને રાજકોટ ખાતેથી યાદી આવતાં હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા મહાવીરસિંહ ભગીરથસિંહ ઝાલા નામના ૨૦ વર્ષના યુવાનને સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલના ગેઇટ પાસે મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશ ડાંગરે તપાસ હાથ ધરેલ છે.જ્યારે મોરબીના જૂના જાંબુડીયા ગામે રહેતા રાજેશ મનુભાઈ કોળી નામના ૩૫ વર્ષના યુવાનને ગામમાં આવેલ દશામાઁના મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સારવારમાં સિવિલ ખસેડાયો હતો જેથી તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.તેમજ રફાળેશ્વર ગામે રહેતા છગનભાઈ કરસનભાઈ વાઘેલા નામના ૨૮ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતા તેને પણ સિવિલે સારવારમાં ખસેડાયો હતો જેથી તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી॰






Latest News