મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા કાલે વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાની શોકસભા યોજાશે


SHARE











મોરબીના સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા કાલે વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાની શોકસભા યોજાશે

શુક્રવારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાનું ૧૦૦ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું જેથી કરીને મોરબીના સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા આવતીકાલ તા. ૧ ને રવિવારના રોજ મોરબીમાં શોકસભાનું આયોજન કરવામાં આવેલ છે

આ અંગે મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ ડો. બી.કે. લેહરૂ તેમજ મંત્રી મહેશભાઈ ભટ્ટના જણાવ્યા પ્રમાણે થોડા સમય પહેલા સંસ્થાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ મહેતાનું પણ નિધન થયેલું હોય તેમજ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાનું નિધન થયું હોય તે નીમિત્તે કાલ તા. ૧ ને રવિવારના બપોરના ત્રણ વાગ્યે સંસ્થાના કાયાજી પ્લોટ ખાતે આવેલ ધન્વંતરિ ભવન ખાતે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં બંનેને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાશે તેમજ સિનિયર સિટીઝન સંસ્થા દ્વારા જે અન્ય કાર્યક્રમો યોજવાના છે તે પણ યથાવત રાખવામાં આવ્યા હોવાનું હોદેદારોએ જણાવ્યુ છે

જાદુગરનો શો

સિનિયર સિટીઝન કાઉન્સીલના પ્રમુખ ડો. બી.કે. લહેરૂના જણાવ્યા પ્રમાણે આવતીકાલ તા. ૧ ને રવિવારના બપોરના ત્રણ થી છ વાગ્યા દરમિયાન જાદુગરના શો નું આયોજન કરવામાં આવેલું છે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન કાર્યક્રમ રાખવામાં આવેલ હોય સંસ્થાના સર્વ સભ્યોને જાહેર આમંત્રણ આપવામાં આવેલું છે સંસ્થાના કાયાજી પ્લોટમાં આવેલ ધન્વંતરિ ભવન ખાતે બપોરના ત્રણથી છ દરમ્યાન જાદુગર શો નું આયોજન કરવામાં આવેલું હોય જેનો લાભ લેવા અને ભોજન સમારોહમાં જોડાવા માટે સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં આવેલું છે

ઉકાળા વિતરણ

મોરબીના સ્વ. બળવંતભાઈ પંડ્યાના સ્મરણ અર્થે વાઘપરા મેઇન રોડ સવાનીયા હનુમાનજી મંદિર પાસે દરરોજ સવારના ૬:૩૦ થી ૮:૩૦ દરમ્યાનમાં ઉકાળા કેન્દ્ર શરૂ કરવામાં આવેલું છે જે શરદી, કફ તેમજ ઋતુજ્ન્ય બીમારીઓ માટે આ ઉકાળા કેન્દ્રનું આયોજન કરેલું છે તેમજ લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ડો. બી.કે. લહેરૂનું દવાખાનુ સનાળા રોડ દાતાત્રેય મંદિર પાસે અને નવા બસ સ્ટેન્ડની સામે આવેલ બાપાસીતારામ મઢુલી ખાતે તા. ૫/૧ સુધી આ ઉકાળા કેન્દ્રનું આયોજન કરવામાં આવેલ છે જેનો પણ લાભ લેવા માટે મોરબીના લોકોને સંસથા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.






Latest News