મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના જૂના બસ સ્ટેશનમાં અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર એસટી ડ્રાઇવરની ધરપકડ


SHARE











મોરબીના જૂના બસ સ્ટેશનમાં અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર એસટી ડ્રાઇવરની ધરપકડ

મોરબીમાં ગ્રીનચોક પાસે આવેલ બક્ષી શેરીમાં રહેતા વૃદ્ધ મોરબીના જૂના બસ સ્ટેશને બસની રાહ જોઈને ઉભા હતા ત્યારે એસટી બસના ચાલકે બેફિકરાઈથી તેની બસ ચલાવી હતી અને વૃદ્ધને હડફેટે લીધા હતા જેથી વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી મૃતકના દીકરાએ એસટી બસના ચાલક સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરેલ છે

મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ બક્ષી શેરીમાં રહેતા નિશીતભાઈ વિનોદકુમાર રાણપરા જાતે સોની (૩૧) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૦૭૬૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પિતા મોરબીના જુના બસ સ્ટેશન ખાતે બસની રાહ જોઈને ઉભા હતા ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળી એસટી બસને બેફિકરાયથી બસ સ્ટેન્ડના પાછળના ગેટથી બસ સ્ટેન્ડમાં લીધી હતી અને ત્યારે બસ સ્ટેન્ડના ગ્રાઉન્ડમાં ઊભેલા તેના પિતા વિનોદભાઈ રાણપરાને એસટી બસના ચાલકે હડફેટે લીધા હતા જેથી તેઓને શરીરને અને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી ફરિયાદીના પિતાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત નહીં નીવડતા તેનું મોત નીપજયું હતું જેથી મૃતકના દીકરાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે હાલમાં એ ડિવિઝનના પીએસઆઇ પી.આર.સોનારા અને રાઈટર ધૃવરાજસિંહ દ્વારા એસટી બસના ચાલક બળવંતસિંહ બહાદુરસિંહ જાડેજા જાતે દરબાર (ઉમર ૪૭) રહે. કૃષ્ણનગર કોઇલી તા.જી. મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના શનાળા ગામે આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા સાગર રમેશભાઈ કાંજિયા નામના ૨૫ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા પહોંચતા તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના રફાળેશ્વર ગામે રહેતા હીનાબેન લક્ષ્મણભાઈ રાઠોડ નામની ૧૯ વર્ષીય યુવતીએ કોઈ કારણોસર તેના ઘેર કાળી ફિનાઈલનું લિક્વિડ પી લેતા તેણીને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી હાલમાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News