મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું સન્માન કરાયુ


SHARE











અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું સન્માન કરાયુ

તાજેતરની ચૂંટણીમાં જંગલી લીડથી જીતેલા તેમજ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું ગાંધીનગર ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ કોળી સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.મળતી વિગતો મુજબ ગાંધીનગર ખાતે ગત તા.૨૯-૧૨ ના રોજ કચ્છ અને સૌરાષ્ટ્ર કોળી સમાજના આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે આવેલા કુંવરજીભાઇ બાવળીયાના નિવાસ સ્થાને કચ્છી તલવાર અને શાલ ઓઢાડી તેમજ પાધડી પહેરાવીને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું સન્માન કરવામાં આવ્યું હતુ જેમાં કચ્છના કોળી સમાજના આગેવાનો સાથે મોરબી જીલ્લાના પ્રભારી સુરેશભાઈ શિરોહીયા, માલધારી સમાજના આગેવાન હરીભાઈ રાતડીયા, મોરબી યુવા ભાજપના મહેશભાઈ સોલંકી, ગીરૂભા જાડેજા વિગેરે ગાંધીનગર ખાતે યોજાએલઆ સન્મૈન સમારોહમાં હાજર રહ્યા હતા.તેમજ દેવજીભાઈ લખપત કોલી સમાજ પ્રમુખ, નારાયણભાઈ નખત્રાણા કોલી સમાજના માજી પ્રમુખ, લધાભાઈ ભુજ તાલુકા ઉપપ્રમખ અશ્વીનભાઈ ભુજ તાલુકા માજી પ્રમુખ, સીવજીભાઈ અબડાસા સમાજ અગ્રણી, મોવનભાઈ નખત્રાણા માજી પ્રમુખ, જમનાદાસ આબડાસા સમાજ અગ્રણી તેમજ હરૂભાઇ આબડાસા સમાજ અગ્રણી સહીતના આગેવાનો પણ જોડાયા હતા અને મંત્રી તેમજ સમાજના આગેવાનનું સન્માન કર્યુ હતુ






Latest News