મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલની ઘટનાને લઈને સંવેદનશીલ સરકારની નીતિ રીતિ સામે જ હવે સવાલ ઉઠશે: મહેશભાઇ રાજ્યગુરૂ


SHARE











મોરબીમાં ઝૂલતા પુલની ઘટનાને લઈને સંવેદનશીલ સરકારની નીતિ રીતિ સામે જ હવે સવાલ ઉઠશે: મહેશભાઇ રાજ્યગુરૂ

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ લોકોના મોત થયા હતા આ ઘટનાને બે મહિના વીતી ગયા છે તો પણ તપાસ ઠેરનો ઠેર છે અને પહેલા નવ આરોપીને પકડવામાં આવ્યા પછી બીજા કોઈ પોલીસને મળતા નથી કે પછી પોલીસથી પકડાતાં નથી તે સૌથી મોટો સવાલ છે ત્યારે મચ્છુ નદીના ગંદા ગટરના પાણીમાં ડૂબીને મોતની ભેટેલા મૃતકોના પરિવારને ન્યાય કયારે મળશે તેવો સવાલ મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહેશભાઇ રાજ્યગુરૂએ ઉઠાવ્યો છે અને હાઇકોર્ટના સ્પષ્ટ દિશાનિર્દેશ પછી પણ પાલિકાની બોડી સુપરસીડ થઈ નથી ? જેથી સંવેદનશીલ સરકારની રીતિ નીતિ સામે જ હવે તો સવાલો ઉઠી રહ્યા છે.

૩૦ ઓક્ટોબરના દિવસે મોરબીમાં ઓરેવા કંપની સંચાલિત ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ત્યાં ફરવા આવેલા લોકો પૈકી ૧૩૫ નિર્દોષ લોકોના મોત થયા હતા જે ઝૂલતા પુલનું સંચાલન કરનાર અજંતા ઓરેવા કંપની અને મોરબી પાલિકાની ઘોર બેદરકારી હતી તેમાં શંકાને કોઈ સ્થાન નથી તો પણ આજ દિવસ સુધીમાં પોલીસે કંપનીના બે મેનેજર, ઝૂલતા પુલની ટિકિટ બારીના ક્લાર્ક, ઝૂલતો પુલ રીપેરીંગ કરવાનો કોન્ટ્રાકટ રાખનાર બે કોન્ટ્રાકટર અને ચોકીદાર મળીને નવ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ બે માહિનામાં પોલીસ બીજા કોઈ આરોપીને પકડાયેલ નથી અથવા તો પકડી શકી નથી ?

આ ઘટના બાદ વડાપ્રધાન, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિતના મોરબીમાં આવ્યા હતા પરંતુ ઝૂલતા પુલનું રીનોવેશન કરનાર અજંતા ઓરેવાના માલિક જયસુખ પટેલ તેમજ મોરબી પાલિકાના જવાબદાર પદાધિકારીનું નામ કેમ ફરિયાદમાં લખવામાં આવ્યું નથી ? આટલું જ નહીં તાત્કાલિક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી અને એફએસએલ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તેનો ફાઇનલ રિપોર્ટ બે મહિને પણ આવ્યો નથી જેથી કરીને મૃતકોના પરિવારજનોને હાલમાં ન્યાયની આશા માત્ર હાઇકોર્ટ પાસે જ રહી છે તેવુ મહેશભાઇ રાજ્યગુરૂએ કહ્યું છે ઉલ્લેખનીય છે કે, મોરબી ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટના પૂર્વે બે કરોડના ખર્ચે ઝૂલતા પુલને રીનોવેટ કર્યાના દાવા કરનાર અજંતા ઓરેવાના જયસુખ પટેલ આ દુર્ઘટના બાદ કેમ કશું જ બોલ્યા નથી ?






Latest News