મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે


SHARE





મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે

મોરબીમાં અવાર નવાર વ્યાજવટાવના ગુન્હાઓ આચરતા ઇસમોની ગુનાહીત પ્રવૃતીઓને ડામવા ઉચ્ચકક્ષાએથી સુચના થયેલ હોય એ ડિવિઝન પીઆઇ વાય.બી.જાડેજાએ એકને પાસા તળે જેલ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ લાલજીભાઇ ઉર્ફે ભરતભાઇ અણદાભાઇ રાઠોડ રબારી (ઉ.વ.૩૪) રહે.થોરાળા તા.જી.મોરબી વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ તૈયાર કરીને ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટરને મોકલી હતી.જેથી કલેકટરે આ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કર્યુ હતુ.જેથી લાલડીભાઇ રબારીને પકડીને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરાયો હતો.આ કામગીરી પીઆઇની સુચનાથી પીએસઆઇ જે.સી.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

પોલીસ કાર્યવાહી

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા પાણી પુરવઠા વિભાગના અધિકારી દ્વારા ફરિયાદ દાખલ કરાવમાં આવી હતી.જેમાં જણાવ્યું હતું કે, જૂના નાગડાવાસ ગામે તેઓના પાણીના વાલને લીક કરીને તેમાંથી પાણી ચોરી કરવામાં આવે છે અને તેમાંથી કુવો ભરી તે પાણી પીયત તેમજ ટાંકા ભરીને અન્ય જગ્યાએ પહોંચાડવામાં આવે છે. જે સંદર્ભે નોંધાયેલ ફરિયાદની તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના વિજયભાઈ મિયાત્રા ચલાવી રહ્યા હોય તેઓએ તપાસ ચલાવી હતી અને મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામના મનવીરભાઇ ઉર્ફે મેરામણભાઇ પ્રભાતભાઇ રાઠોડ (૪૪) ને ઉપરોક્ત બાબતે નોટીસ પાઠવીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતાં ગુરજીભાઈ જયંતિભાઈ વસાવા (૨૧) તથા રતિલાલ મૂળજીભાઈ વસાવા (૪૦) ને ગામ નજીક વાહન અકસ્માતમાં ઇજા થતા અહિંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વીસી ફાટક પાસે ચક્કર આવવાથી પડી જતા ઈજા પામેલા પ્રદીપભાઈ વેલજીભાઈ પરમાર (૨૪) રહે.જેલ રોડ મોરબીને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

બાળકી સારવારમાં

રાજકોટ હાઈવે ઉપરના મીતાણા ગામ પાસે પુલ નજીક કામ કરતાં હળવદના ગંગાનગર મીઠાના ગંજા પાસે રહેતા પરિવારની દેવાંશી પુનાભાઈ ધામેચા નામની સાડા ત્રણ વર્ષની બાળકીના માથા ઉપર કંઈક પડતા તેણીને ઇજા થતા તેને આયુષમાં સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબી લીલાપર રોડ ઉપર રહેતા વિશાલ વિનોદભાઇ કાનપરિયા નામના ૨૨ વર્ષના યુવાનને ધોકા-પાઈપ વડે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે




Latest News