મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા  દ્રારા મંત્રી અને મેયરની હાજરીમાં જન કલ્યાણ શિબિર કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી મહાનગરપાલિકા  દ્રારા મંત્રી અને મેયરની હાજરીમાં જન કલ્યાણ શિબિર કાર્યક્રમ યોજાયો

સરકારના લોકકલ્યાણકારી અભિગમને છેવાડા ના માનવી સુધી પહોંચાડવાના હેતુ થી મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તાર જન કલ્યાણ શિબિર કાર્યક્રમ નું આયોજન બે અલગ અલગ સ્થળ પર રાખવામાં આવેલ હતી જેમા એક શિબિર કમ્યુનીટી હોલ સરદારબાગ પાસે કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય મંત્રી , મોરબી મહાનગરપાલિકા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, કમિશનર, ડેપ્યૂટી કમિશનર, તથા વોર્ડ ના કોર્પોરેટર હાજર રહ્યા હતા અને બીજી શિબિર પંચમુખી હનુમાન મંદિર વેજીટેબલ રોડ મોરબી -ર ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં શહેરીજનોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો. અને બહોળા પ્રમાણમાં નાગરિકો ની ઉપસ્થિતિ નોંધાય હતી. આ જન કલ્યાણ શિબિર કાર્યક્રમ અંતર્ગત આવકના દાખલા, રેશનકાર્ડને લગતી કામગીરી, આધારકાર્ડ સુધારા, જન્મ પ્રમાણપત્ર, આરોગ્યલક્ષી કાર્ડ, ઘરેલું વીજ જોડાણ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, બસ કનેક્શન પાસ, મેડીસીન સારવાર જેવા અન્ય સરકારી યોજનાઓના ફોર્મ અરજી સ્વીકારવાની સાથે સ્થળ પર જ નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમનું પારદર્શક રીતે કામગીરી થાય ,અને સફળ આયોજન બનાવવા માટે મહાનગરપાલિકાનાં સ્ટાફ અને વિવિધ વિભાગના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી અને તમામ વિભાગના કર્મચારીઓએ સંકલનપૂર્વક કામગીરી કરી હતી






Latest News