મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે થયેલા ખૂનના ગુનામાં કારખાનેદાર અને સુપરવાઈઝરનો નિર્દોષ છૂટકારો


SHARE







મોરબી : ઘુંટુ ગામે થયેલા ખૂનના ગુનામાં કારખાનેદાર અને સુપરવાઈઝરનો નિર્દોષ છૂટકારો

લ્યુસીડ માઈક્રોન સિરામીક કંપનીમાં ચોરી કરવા આવેલા શખ્સને પાવડાના હાથા અને વાયરથી બેફામ માર મરાતા તેનુ મોત થયુ હોવાનો આક્ષેપ હતો : પોલીસ છેક સુધી મૃતકની ઓળખ જ ન કરી શકી

મોરબીના ઘુંટુ રોડ પર આવેલી લ્યુસીડ માઈક્રોન સિરામીક કંપનીમાં ચોરી કરવા આવેલા શખ્સને પાવડાના હાથા અને વાયરથી બેફામ માર મારતા તેનુ મોત નીપજયુ હતુ. આવા આક્ષેપવાળી ફરીયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઈ હતી. બનાવની વિગત મુજબ કારખાનાનો ચોકીદાર મીથુનકુમાર સંતોષકુમાર ચૌધરી તા.21/12/2019ના રોજ કારખાને હતો.

ત્યારે એક વ્યકિતને વાયરના જથ્થા સાથે પકડી પાડયો હતો. બનાવની જાણ કરતા કારખાનાના માલિક રોહિતભાઈ અંબારામ થાડોદ, મેનેજર પરસોતમભાઈ ઉર્ફે મામા, લાલજીભાઈ ધાડીયા અને સુપરવાઈઝર નિલેશભાઈ કાનજીભાઈ થાડોદ કારખાને દોડી આવેલા અને બીજા દિવસે મજુરની એક ઓરડીમાં આ શખ્સને પાવડાના હાથા અને વાયર વડે બેફામ માર મારેલો. આ શખ્સ કંઈ બોલતો ન હોય અને તેને જવા દીધો હતો. જો કે બાદમાં કારખાના બહારથી તેનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે આ કેસમાં કારખાનાના ચોકીદારને ફરીયાદી બનાવેલ અને આરોપી તરીકે રોહિતભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ અને પરસોતમ ઉર્ફે મામાની ધરપકડ કરી.

ચાર્જશીટ ફાઈલ કરતા કોર્ટમાં કેસ ચાલેલો જયાં આરોપીના વકીલે દલીલ કરેલી કે કેસ સાક્ષી ફરીયાદીના નિવેદનથી પુરવાર થતો નથી. જે ધ્યાને લઈ કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કરેલો. આ કેસમાં આરોપીઓ વતી એડવોકે ભગીરથસિંહ ડોડીયા, જીતુભા જાડેજા, ખોડુભા સાકરીયા, જયવીર બારૈયા, મીલન જોષી, જયપાલસિંહ સોલંકી, દીપ વ્યાસ, રવિરાજસિંહ પરમાર, સાગર પરમાર રોકાયા હતા.આશ્વર્યની વાત એ છે કે કેસમાં છેક સુધી પોલીસ મૃતકની ઓળખ કરી શકી ન હતી.






Latest News