વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક
Breaking news
Morbi Today

મોરબી  :  શ્રી અરવંદ ઘોષની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે નિબંધ, ચિત્ર તથા વકતૃત્વ સ્પર્ધા યોજાશે


SHARE













મોરબી  :  શ્રી અરવંદ ઘોષની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે નિબંધ, ચિત્ર તથા વકતૃત્વ સ્પર્ધા યોજાશે

સ્પર્ધામાં ભાગ લેવા  જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ખાતે તા.૧૦ જાન્યુઆરી પહેલા ફોર્મ ભરી દેવું

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી,મોરબી દ્વારા સંચાલિત શ્રી અરવંદ ઘોષની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે શ્રી અરવિંદ ઘોષના જીવન કવન પર આધારીત વક્તૃત્વ, નિબંધ તથા ચિત્ર સ્પર્ધાનુ આયોજન બે વિભાગમા યોજાશે. જેમા ૧૫ થી ૧૯ વર્ષ “અ” વિભાગ તથા ૧૯ વર્ષ થી ઉપરના અને ૩૫ વર્ષ સુધીના “બ” વિભાગમા આવશે. નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધાનો વિષય “શ્રી અરવિંદ ઘોષનુ જીવન કવન” રહેશે. સ્પર્ધાની તારીખ તથા સ્થળ હવે પછી જાહેર કરવામા આવશે.જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. તથા રાજ્ય કક્ષાએ પ્રથમ ૧૦ સ્પર્ધકોને વિના મુલ્યે પોંડીચેરી ખાતેના શ્રી અરવિંદો આશ્રમની મુલાકાતે સરકારના ખર્ચે લઇ જવામા આવશે.આ સ્પર્ધામા અરજી કરવા માટે સાદા કાગળમા સ્પર્ધકનુ નામ, સરનામુ, મોબાઇલ નંબર, જન્મ તારીખ, સ્પર્ધાનુ નામ, સ્પર્ધાનો વિભાગ, સ્કુલ કૅ કોલેજનુ નામ અને સરનામુ, વગેરે વિગતો લખી સ્પર્ધક્નુ આધાર કાર્ડ સાથે જોડી તા.૧૦/૧/૨૩ બપોરે ૧૨ કલાક સુધીમા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, ૨૫૭/૨૩૬, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે મોકલી આપવાની રહેશે. બપોરે ૧૨ કલાક પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

૨૯ ડિસેમ્બરના રોજ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૨૯-૧૨-૨૨ના રોજ સવારે ૧૧ કલાકે આઈ.ટી.આઈ., રાજકોટ-વાંકાનેર હાઈવે, તાલુકા સેવા સદન સામે, વાંકનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક, એસએસસી, એચએચસી,આઇટીઆઇ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.






Latest News