મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના પ્રમુખ પદે વિપુલભાઈ જેઠલોજાનો વિજય


SHARE











મોરબી બાર એસો.ના પ્રમુખ પદે વિપુલભાઈ જેઠલોજાનો વિજય

મોરબી બાર એસોસિએશનના હોદેદાર બનવા માટે ચુંટણી યોજાઇ હતી જેમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યા બાદ કોર્ટ ખાતે જ મતગણતરી કરવામાં આવી હતી અને તેમાં પ્રમુખ પદે વિપુલભાઈ જેઠલોજાનો વિજય થયો છે અને સેક્રેટરીમાં જિતેનભાઇ આગેચાણિયા વિજેતા બનેલ છે જો કે, ઉપપ્રમુખ અને જોઇન્ટ સેક્રેટરી માટે ઓછા માર્જિન હોવાથી મતની ચકાસણી કરવામાં આવી રહી છે જેથી કરીને ફાઇલ પરિણામ આવતા હજુ સમય લાગશે તે નિશ્ચિત છે

મોરબીની કોર્ટમાં મોરબી બાર અશોસીએશનના પ્રમુખ સહિતના હોદેદારો માટે ચુંટણી યોજાઈ હતી અને મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં કરવામાં આવ્યા બાદ કોર્ટ ખાતે જ માટની ગણતરી કરવામાં આવી રહી છે હતી જેમાં પ્રમુખ પદ માટે જેઠલોજા વિપુલભાઈ મગનભાઈ ૧૫૬માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ ૧૧મુછડીયા કમલાબેન ધનજીભાઈ ૯૯ઓઝા મનીષભાઈ પ્રવીણચંદ્ર ૧૪૭ અને રાઠોડ જયરાજસિંહ પી. ૧૨ મત મળેલ છે જેમાંથી જેઠલોજા વિપુલભાઈ મગનભાઈ વિજેતા બનેલ છે તો ઉપપ્રમુખ પદ માટે ભટ્ટ ભરતકુમાર કનૈયાલાલ ૧૪૫જાડેજા ભુપેન્દ્રસિંહ દેવીસિંહ ૭૮માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ ૪૦ અને પારેખ અલ્પેશભાઈ ક્રિષ્નાલાલ ૧૪૮ મત મળેલ છે જેથી કરીને પારેખ અલ્પેશભાઈ ક્રિષ્નાલાલ વિજેતા બનેલ છે તેવી જ રીતે સેક્રેટરી પદ માટે દવે મહીધરભાઈ હીમાંશુભાઈ ૧૭૫અગેચાણીયા જીતેનભાઈ દીલીપભાઈ ૨૨૩ અને માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ ૧૮ મત મળેલ છે જેથી અગેચાણીયા જીતેનભાઈ દીલીપભાઈ વિજેતા બનેલ છે અત્રે ઉલેખનીય છે કે, સૌથી વધુ મત અગેચાણીયા જીતેનભાઈ દીલીપભાઈને મળેલ છે જયારે જોઈન્ટ સેક્રેટરી પદ માટે ડાભી અમીતભાઈ વાલજીભાઈ ૧૪૪હડીયલ પ્રવીણભાઈ નારણભાઈ ૧૪૧ અને જાડેજા યોગરાજસિંહ જે. ૧૨૦ મત મળેલ છે જેથી ડાભી અમીતભાઈ વાલજીભાઈ વિજેતા બનેલ છે અને કારોબારી સભ્યપદ માટે મેંદપરા હાર્દીકભાઈ થોભણભાઈશેરશીયા ધવલકુમાર ડી. અને ઝાલા બ્રીજરાજસિંહ નાનુભા વિજેતા બનેલ છે આ ચુંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે રાજેશભાઈ બદ્રકિયા, કાજલબેન ચંડિભ્ભર અને જય પરીખે ફરજ બજાવી હતી 






Latest News