મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

ઝુલતા પુલ દુર્ઘટના પછી નવો ધડાકો : મોરબી પાલિકામાં નવ મહિનામાં નથી બોલાવ્યું જનરલ બોર્ડ !


SHARE











ઝુલતા પુલ દુર્ઘટના પછી નવો ધડાકો: મોરબી પાલિકામાં નવ મહિનામાં નથી બોલાવ્યું જનરલ બોર્ડ !

પાલિકા અધિનિયમ મુજબ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં લોકોની સુખકરીના કામને વેગ આપવા માટે દર ત્રણ મહિને જનરલ બોર્ડની બેઠક બોલાવવાની હોય છે જો કે, મોરબી પાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં પણ પાલિકામાં છેલ્લા નવ માહિનામાં પાલિકા અધિનિયમનો ઉલાળ્યો કરવામાં આવ્યો હોય તેવો ઘાટ જોવા જોવા મળી રહ્યો છે અને હાલમાં ચોકાવનારો ખુલાસો થયો  છે જેમાં પાલિકામાં લોકોની સુખાકારીના કામને વેગ આપવા માટે જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી જ નથી જેથી કરીને પાલિકામાં શું ચાલી રહ્યું છે તે સૌથી મોટો સવાલ છે

મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટનાથી લઈને આજ સુધીમાં ઘણા બધા ચોકાવનારા ખુલાસા થયેલ છે તેવામાં વધુ એક ચોકાવનાર માહિતી સામે આવી રહી છે જેથી કરીને પાલિકામાં ચાલતી કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે અત્રે ઉલેખનીય છે કે, હાઇકોર્ટમાં હાલમાં ઝૂલતા પુલની ઘટના મુદે સુઓમોટો અને પીએલઆઈની સુનાવણી ચાલી રહી છે ત્યારે પાલિકા સુપરસીડ ન થાય તેના માટેના પ્રયાસો શરૂ કરવામાં આવેલ છે અને હાલમાં પાલિકાના સભ્યો દ્વારા ચૂંટાયેલા ધારાસભ્ય મારફતે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી જો કે, મોરબી પાલિકાના સભ્યો આગામી સોમવારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત કરવા માટે જવાના છે

મોરબી પાલિકાના ૪૯ સભ્યોના કહેવા મુજબ ઓરેવા કંપની સાથે કરવામાં આવેલ કરારને પાલિકાના જનરલ બોર્ડમાં લેવા માટે જે રોજકામ કરવામાં આવ્યું છે તેમાં પાલિકના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષની સહી છે તે સિવાય આ કરાર કરવામાં આવ્યો ત્યારે પાલિકાના એક પણ સભ્યને જાણ કરવામાં આવી ન હતી અને ઝુલતો પુલ તૂટી પડ્યો ત્યાં સુધી તેના માટેનો જરૂરી એજન્ડા પાલિકના જનરલ બોર્ડમાં લેવામાં આવ્યો ન હતો જેથી કરીને પાલિકાના જે સભ્યો આ બાબતે જાણતા જ ન હતા તેની સામે પગલાં લેવામાં આ આવે તે યોગ્ય નથી જેથી કરીને દોષીતો સામે પગલાં લેવામાં આવે અને પાલિકાના નિર્દોષ સભ્યો સામે પગલાં ન લેવામાં આવે તેવી વધુ એક વખત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરવામાં આવશે

અત્રે ઉલેખનીય છે કે, ઝૂલતા પુલ તુટી જવાની ઘટનામાં જે સભ્યોની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવણી નથી તેની સામે પગલાં લેવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે પાલિકાના સભ્યોમાં થતી ચર્ચા મુજબ પાલિકાના અધિનિયમ મુજબ દર ત્રણ મહિને લોકોની સુખકરીના કામેને વેગ આપવા માટે પાલિકામાં પ્રમુખ જનરલ બોર્ડની બેઠક બોલાવવાની હોય છે જો કે, માર્ચ મહિના બજેટ બોર્ડ બેઠક બોલાવવામાં આવ્યા બાદ એક પણ જનરલ બોર્ડની બેઠક પાલિકામાં બોલાવવામાં આવી નથી અને ત્યારે સૌથી મોટો સવાલએ છે કે પાલિકામાં ભાજપની સંપૂર્ણ બહુમતી હોવા છતાં પણ કેમ નિયમિતિ રીતે પાલિકામાં જનરલ બોર્ડની બેઠક લોકોના કામ કરવા માટે બોલાવવામાં આવતી ન હતી તેની તપાસ કરવામાં આવે તો કેટલીક ચોકાવનારી માહિતી સામે આવે તેવી શ્ક્યતા છે






Latest News