મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ મંદિરે સ્વ. સુશિલાબેન પંડ્યાની પુણ્યતિથિએ સિલાઈ મશીન અર્પણ


SHARE











મોરબીના પરશુરામ મંદિરે સ્વ. સુશિલાબેન પંડ્યાની પુણ્યતિથિએ સિલાઈ મશીન અર્પણ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામ ટ્રસ્ટના ટ્રસ્ટીના સ્વર્ગસ્થ પત્નીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહિલાઓ પગભર થઈ શકે તે માટે ૧૧ સિલાઈ મશીન આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો અને બ્રહ્મ સમાજના આગેવાનોની હાજરીમાં આ સિલાઈ મશીન અર્પણ કરવામાં આવેલ છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ મંદિરના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યાના સ્વર્ગસ્થ પત્ની સુશીલાબેન ભુપતભાઈ પંડ્યાની પાંચમી પુણ્યતિથિ હોય તે નિમિત્તે પરશુરામ ધામ મંદિર ખાતે ધજા ચડાવવાના સાથે ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેની સાથોસાથ બ્રહ્મ સમાજ અને દરેક સમાજની મહિલાઓ પગભર થઈ શકે તે માટે પરશુરામ મંદિર ખાતે ૧૧ સિલાઈ મશીન આપવાનો નિર્ધાર ભુપતભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યો હતી અને બ્રહ્મ સમજામાં આગેવાન જીતુભાઈ મહેતા, ડો.અનિલભાઈ મહેતા સહિતના આગેવાનોની હાજરીમાં બહેનોને અર્પણ કરવામાં આવેલ છે વધુમાં ભૂપતભાઇએ જણાવ્યુ હતું કે, પરશુરામ ધામ મંદિર ખાતે મહિલાઓને ઉપયોગી થાય તે હેતુ સાથે સિલાઈ મશીન આપવામાં આવ્યા છે અને મહિલાઓને સિલાઈ મશીન ચલાવવા માટેની તાલીમ પણ આપવામાં આવશે આ તકે નીરજભાઈ ભટ્ટચિંતનભાઈ ભટ્ટકિરણબેન ઠાકર તેમજ બ્રહ્મ સમાજની બહેનો અને પરશુરામ યુવા ગ્રૂપ અને બ્રહ્મ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News